ગુજરાત

gujarat

મહેર મલ્હાર 2022: વારસામાં ઘર-જાયદાદ બધા આપે, પણ આપવુ જ હોય તો આપણો સાંસ્કૃતિક વારસો આપો

By

Published : Mar 6, 2022, 12:11 PM IST

Updated : Aug 10, 2022, 6:40 AM IST

પોરબંદરમાં 'મહેર મલ્હાર 2022'(Porbandar Maher Malhar 2022) કાર્યક્રમમાં પરંપરાગત પહેરવેશમાં બાળકો દ્વારા રેમ્પ વોક અને વ્યક્તિત્વ વિકાસની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા.

પોરબંદરમાં  'મહેર મલ્હાર 2022' કાર્યક્રમ યોજાયો
પોરબંદરમાં 'મહેર મલ્હાર 2022' કાર્યક્રમ યોજાયો

પોરબંદર: આધુનિક યુગમાં બાળકોમાં આપણી ભારતીય સંસ્કૃતિ (Indian culture) વિસરાય ન જાય અને આ સંસ્કૃતિના વારસાનેજીવંત રાખવા પોરબંદરમાં ગોઢણીયા કોલેજ(Godhania College) ખાતે શ્રી મહેર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ રચિત મહેર આર્ટ પરિવાર દ્વારા મહેર જ્ઞાતિની સંસ્કૃતિના દર્શનના હેતુથી 'મહેર મલ્હાર 2022'(Porbandar Maher Malhar 2022): કાર્યક્રમ યોજાયો હતો.

'મહેર મલ્હાર 2022': વારસામાં ઘર-જાયદાડ બધા આપે, પણ આપવુ જ હોય તો આપણો સાંસ્કૃતિક વારસો આપો

આ પણ વાંચો:પોરબંદરમાં "તસવીરોની અનુભવ યાત્રા" ફોટોગ્રાફી પ્રદર્શનનું કરાયું આયોજન

મહેર સમાજની પરંપરા

જેમાં જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં બાળકો દ્વારા રેમ્પ વોક કરી જ્ઞાતિની સંકસ્કૃતિના દર્શન અને વ્યક્તિત્વ વિકાસની સ્પર્ધા યોજાઈ હતી. જ્ઞાતિ અગ્રણી વિરમભાઇ ગોઢાણીયા, વિમલજી ઓડેદરા સહીતના મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા. મહેર જ્ઞાતિની સંસ્કૃતિ મુજબ મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં પુરુષો ઉપર આંગળી અને નીચે ચોરણી તથા માથા પર પાઘડી પહેરે છે, જેને બાઠીયું પણ કહે છે. જ્યારે કુંવારી દીકરીઓ રાસ રમતી વેળાએ ઓઢણું અને ઘાસીયું પહેરે છે, પરણિત સ્ત્રીઓ ઘાટડી અને ઢારવો પહેરે છે.

આ પણ વાંચો:પોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું

મહેર સમાજના સોનાના આભૂષણો

આ ઉપરાંત સોનાના આભૂષણમાં મહિલાઓ વેઢલા, ઝૂમણું, કાઠલી અને ખાસ કરીને રાણી હાર પહેરે છે. જે વજનમાં વધુ હોય છે અને હાથમાં બલોયા પણ પહેરે છે. આ પહેરવેશની એક અલગ વિશેષતા છે.

Last Updated :Aug 10, 2022, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details