ગુજરાત

gujarat

રાણાવાવ મહેર સમાજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jul 17, 2020, 2:13 PM IST

રાણાવાવ શહેરમાં આવેલા મહેર સમાજની વાડી ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-19 ના કારણે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં રક્તની ખુબ જ જરૂરીયાત ઉંભી થાય છે. તેથી રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાણાવાવ મહેર સમાજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
રાણાવાવ મહેર સમાજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

પોરબંદરઃ જિલ્લાનાં રાણાવાવ શહેરમાં આવેલા મહેર સમાજની વાડી ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.

પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સરળતાથી બ્લડ મળી શકે તે હેતુથી યોજાયેલા રક્દાન કેમ્પમાં 72 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું.

વૈશ્વિક મહામારી કોવિડ-19 ના કારણે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં રક્તની ખુબ જ જરૂરીયાત ઉંભી થાય છે. જરૂરીયાતવાળા દર્દીઓ, થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, સર્ગભા સ્ત્રીઓ, કેન્સર, એનેમીયા અને અકસ્માતના દર્દીઓને રક્ત સરળતાથી મળી રહે તે માટે લોકો સ્વૈચ્છાએ રક્તદાન કરે તે ખુબ જ જરૂરી છે, ત્યારે રાણાવાવ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હેન્ડ સેનેટાઇઝર, માસ્ક તથા સામાજિક અંતરનુ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details