ગુજરાત

gujarat

પોરબંદરમાં સામાજીક સંસ્થાઓ દ્વારા યુવાનને આધુનિક ટેકનોલોજીથી નવા હાથ ફિટ કરાશે

By

Published : Mar 22, 2021, 12:48 PM IST

અદભૂત ચિત્ર બનાવનાર પોરબંદરના મુનીર દલ નામના યુવાનને સામાજિક સંસ્થાઓ દ્વારા વેજ્ઞાનિક રીતે વિચારણા કર્યા બાદ આ યુવાનને હાથ ફિટ કરી અપાવવા વિચાર કર્યો છે. આ યુવાનને આધુનિક સેન્સરથી ચાલતા અને યુરોપમાં બનતા તેમજ હૈદ્રાબાદ ખાતે બાયોનિક ઇન્ડિયાના નામે કંપનીમાં ફિટિંગ થતા હાથ, આ યુવાનને ટૂંક સમયમાં ફિટ કરવામાં આવશે.

પોરબંદરના સામાજીક સંસ્થાઓ દ્વારા યુવાનને આધુનિક ટેકનોલોજીથી બન્ને હાથ ફિટ કરાશે
પોરબંદરના સામાજીક સંસ્થાઓ દ્વારા યુવાનને આધુનિક ટેકનોલોજીથી બન્ને હાથ ફિટ કરાશે

  • આધુનિક સેન્સર દ્વારા યુવાનને હાથ ફિટ કરાશે
  • સ્વચ્છ ભારતનું પગથી અદભૂત ચિત્ર બનાવી યુવાને સૌનું ધ્યાન આકર્ષિત
  • આગામી 1 માસમાં યુવાન તેના બન્ને હાથ સાથે સામાન્ય જીવન સુખમય રીતે જીવશે

પોરબંદર:સામાન્ય પરિવારમાંથી આવતા ટેલેન્ટેડ અને બન્ને હાથ નથી તેમ છતાં પોતાની કલાથી લોકોને અભિભૂત કરનાર મુનીર દલ નામના યુવાનને સામાજિક અગ્રણી વી.જે. મદ્રેસાના સેક્રેટરી અને હનીફા એજ્યુ. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અને પોરબંદર છાયા નગરપાલિકાના સદસ્ય ફારૂક સૂર્યાની આગેવાનીમાં ચાલતા ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા આ યુવાનના હાથ અંગે ચિંતા સેવી હતી.આ અંગે, તમામે વેજ્ઞાનિક રીતે વિચારણા કર્યા બાદ આ યુવાનને હાથ ફિટ કરી અપાવવા વિચાર કર્યો હતો.

આ પણ વાંચો:વડોદરામાં કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રજ્ઞાચક્ષુ મતદાતાની ધગશને બિરદાવી

સામાન્ય નહિ પરંતુ આધુનિક સેન્સર હાથ ફિટ કરાશે

સામાન્ય રીતે દિવ્યાંગોને હાથ કે પગ માત્ર દેખાવના જ ફિટ કરવામાં આવે છે. પરંતુ, આ યુવાનને આધુનિક સેન્સરથી ચાલતા અને યુરોપમાં બનતા તેમજ હૈદ્રાબાદ ખાતે બાયોનિક ઇન્ડિયાના નામે કંપનીમાં ફિટિંગ થતા હાથ, આ યુવાનને ટૂંક સમયમાં ફિટ કરવામાં આવશે. પોરબંદરના મુનીર દલ જેના બંને હાથ નથી તેને હૈદરાબાદ ખાતે કૃતિમ હાથ માટેનો ખર્ચ રૂપિયા 6 લાખ 50 હજાર છે. આ રકમ હનીફા સત્તાર એજ્યુ. એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતા ખીદમતે ખલ્ક ગ્રુપ દ્વારા એકઠી કરી લેવામાં આવી છે. આવનારા 1 માસમાં મુનીર દલ બન્ને હાથ સાથે જોવા મળશે. તેમ, મ્યુ. કાઉન્સિલર, નગરપાલિકા અને મેનેજીંગ ટ્રસ્ટી હનીફા સતાર એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ફારૂક સૂર્યાએ જણાવ્યું છે.

આ પણ વાંચો:દિવ્યાંગ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનમાં પોરબંદરના ખેલાડીએ સૌથી મોંઘા ખેલાડીમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું

હાથ નહિ હોવા છતાં પગેથી ચિત્ર દોરે છે યુવાન

આ યુવાન પોરબંદરની MEM સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્યારે, તેણે હાથે અપંગ હોવા છતાં સ્વચ્છ ભારતનું અદભૂત ચિત્રએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. મુનીરના પિતા પોરબંદરમાં બેકરીની દુકાન ચલાવે છે. તેણે અગાઉ પોરબંદરમાં યોજાયેલ ગુજરાત આઈડોલમાં ગીતોના મીઠા સૂર વહાવી હાજર સૌને મંત્રમુગ્ધ કરીને તેમાં પણ નંબર પ્રાપ્ત કર્યોં હતો. આગામી 1 માસમાં યુવાન તેના બન્ને હાથ સાથે સામાન્ય જીવન સુખમય રીતે જીવી શકશે.

ABOUT THE AUTHOR

...view details