ગુજરાત

gujarat

પાટણમાં રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવ્યા

By

Published : Jun 17, 2020, 5:39 PM IST

રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પૂરજોશમાં ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રની તબિયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખો આવી હોય તેવા ભાવથી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવ્યા છે.

પાટણ
પાટણ

પાટણઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ પૂરજોશમાં ભગવાનની ધાર્મિક વિધિ શરૂ કરવામાં આવી છે. શહેરના જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથના ભાઈ બલભદ્રની તબિયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી ભગવાનને આંખો આવી હોય તેવા ભાવથી ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે.

પાટણમાં રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવ્યા
પાટણ શહેરમાં પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી રથયાત્રાને અનુલક્ષી જગદીશ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ આજથી શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે સૂર્યગ્રહણ હોવાને કારણે આજે ભગવાનની તબિયત નાદુરસ્ત થતાં ભગવાન જગન્નાથજીના ભાઈ બલભદ્ર અને આખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચાર સાથે રૂના પૂમડાં વરિયાળીનું પાણી,કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી ભગવાનને આંખે પાટા બાંધી તેમને મોસાળ મોકલવાની વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પાટણમાં રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવ્યા

જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે શનિવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્યનેત્રો ખોલવામાં આવશે, ત્યારે જગતનો નાથ પોતાની દ્રષ્ટિ ભક્તો ઉપર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે, ભગવાનના પાટા ખોલ્યા બાદ તેમની પ્રથમ દૃષ્ટિ જે કોઈ પર પડે તેના તમામ દુઃખ દર્દો દૂર થાય છે.

ABOUT THE AUTHOR

...view details