ગુજરાત

gujarat

Good Governance Week: પાટણમાં આરોગ્યપ્રધાનની શીખ- મેળાવડા અને જાહેર કાર્યક્રમો ઓછા કરવા જોઈએ

By

Published : Jan 1, 2022, 1:19 PM IST

Updated : Jan 1, 2022, 3:14 PM IST

પાટણ એપીએમસી હોલ ખાતે યોજાયેલ સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન હાજર રહ્યા હતા. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની (Grants to Samaras Gram Panchayats)સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે જે ચિંતાનો વિષય છે. આરોગ્ય તંત્ર સજ્જ છે છતાં તકેદારીના ભાગરૂપે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે.

Good Governance Week:પાટણમાં સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન હાજર રહ્યા
Good Governance Week:પાટણમાં સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન હાજર રહ્યા

પાટણઃઆરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પાટણના એપીએમસી હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીના(Celebration of Good Governance Week in Patan) ભાગરૂપે સમરસ ગ્રામ પંચાયતોને અનુદાન સહિતની સહાયનું(Grants to Samaras Gram Panchayats ) વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સરકારની કોરોના ગાઈડ લાઈનો સરેઆમ ભંગ થયો હતો તો આરોગ્યપ્રધાને પણ વધતા જતા કોરોના કેસને લઈને મેળાવડા અને જાહેર કાર્યક્રમો ઓછા કરવા ઉપર ભાર મૂક્યો હતો.

સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમ

પાટણ એપીએમસી હોલ ખાતે યોજાયેલ સુશાસન સપ્તાહની ઉજવણી કાર્યક્રમમાં આરોગ્યપ્રધાને જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરને પગલે સાવચેતી રાખવા સૌને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે રસીકરણના અમોધ શસ્ત્ર સાથે માસ્કનું અભેદ્ય કવચ અતિ આવશ્યક છે. કોરોના ગાઈડલાઈનના પાલનથી આપણે સુરક્ષિત રહી ત્રીજી લહેરનો સામનો કરી શકીશું.ઋષિકેશ પટેલના હસ્તે પાંચ સમરસ ગ્રામ પંચાયતોને કુલ 32.75 લાખના અનુદાનનો ચેક, પાંચ પાણી સમિતિઓને રૂ.18,03 લાખના અનુદાનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સુશાસન સપ્તાહની ઉજવણી

કોરોનાના પડકાર ઝીલવા આરોગ્ય તંત્ર સજ્જ : ઋષિકેશ પટેલ

પાટણ ખાતે સુરક્ષા સપ્તાહનીઉજવણી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે જે ચિંતાનો વિષય છે. આરોગ્ય તંત્ર સજ્જ છે છતાં તકેદારીના ભાગરૂપે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે. હાલના તબક્કામાં જાહેર મેળાવડાઓ અને કાર્યક્રમો ઓછા થાય તે જરૂરી છે. સરકાર દ્વારા અગાઉ જે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા તે યથાવત રાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં જનહિત માટે જે નિર્ણય લેવા પડશે તે લેવામા આવશે.

આ પણ વાંચોઃKidnapping in Ahmedabad : યુવકને દેવું થઈ જતા અપહરણનું તરકટ રચ્યું, યુવક રૂપિયા કમાવવા વિદેશ ગયો હતો

આ પણ વાંચોઃNew Year 2022: નવું વર્ષ નાગરિકોને આરોગ્ય અને સુખ આપે, સાધુ સંતોએ ભગવાનને કરી પ્રાર્થના

Last Updated : Jan 1, 2022, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details