ગુજરાત

gujarat

ગોધરા ચિલ્ડ્રન હોમમાંથી કિશોરનું અપહરણ થતાં ચકચાર

By

Published : Nov 26, 2019, 11:50 AM IST

ગોધરાઃ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 12 વર્ષીય કિશોર ગુમ થતાં ચકચાર મચી છે. આ મામલે ચિલ્ડ્રન હોમના કર્મચારીએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંઘી આગળની તપાસ હાથ ધરી છે.

ગોધરા ચિલ્ડ્રન હોમમાંથી કિશોરનું અપહરણ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોધરા ચિલ્ડ્રન હોમમાંથી કિશોરનું અપહરણ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ

ચિલ્ડ્રન હોમમાં ફરજ બજાવતાં પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 1 નવેમ્બરે 2019એ ગોધરા રેલવે પોલીસ તથા ચાઈલ્ડ લાઈન હેલ્પલાઈનના કર્મચારી એક કિશોરને ચિલ્ડ્રન હોમ ખાતે લાવ્યા હતાં. જેનો રેલવે પોલીસે લેખિતમાં રીપોર્ટ પણ આપ્યો હતો. આ કિશોરના ઘરની કે સંબંધીની કોઈ જાણકારી મળી નહોતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવ્યો હતો.

ગોધરા ચિલ્ડ્રન હોમમાંથી કિશોરનું અપહરણ થતાં ચકચાર

ગત 23 નવેમ્બરે ચિલ્ડ્રન હોમના સંચાલક જરૂરી કામ અર્થે વિદ્યાનગર ગયા. ત્યારે ચિલ્ડ્રન હોમમાં જમવાના ટાણે આમીર નામનો બાળક થાળી ધોવાના બહાને બાહર નીકળ્યો; અને પરત ફર્યો નહોતો. ત્યારબાદ ઉપરી અધિકારીએ આ ઘટના જાણ કરતાં કિશોરની તાત્કાલિક તપાસ હાથ ઘરવામાં આવી હતી. પરંતુ બાળક મળ્યો ન હતો. એટલે શહેરા પોલીસ મથકે આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે અજાણ્યાં વ્યક્તિ સામે બાળકના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Intro:ગોધરા: શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં સમાજ સુરક્ષા વિભાગ ધ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતેથી સ્ટાફ ની હાજરી વચ્ચે 12 વર્ષના કીશોર ગુમ થતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ મામલે ચિલ્ડ્રન હોમના કર્મચારીએ શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Body:મળતી વિગતો અનુસાર ગોધરા એ ડીવીઝન પોલીસ મથક ખાતે ચિલ્ડ્રન હોમ ખાતે ફરજ બજાવતા પુષ્પેન્દ્વસિંહ સોલંકીએ આપેલી ફરીયાદ માં જણાવ્યું હતું કે ગત તા 1.11.2019ના રોજ ગોધરા રેલ્વે પોલીસ તથા ચાઈલ્ડ લાઈન હેલ્પલાઇન ના કર્મચારીઓ એક કિશોરને ચિલ્ડ્રન હોમ ખાતે લાવ્યા હતા.જે રેલ્વે પોલીસે લેખિત રીપોર્ટ પણ આપેલ હતો. તેનું સરનામું મળેલ ન હોવાથી કીશોર ને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવ્યું હતું ગત 23 નવેમ્બર ના રોજ મારા જરૂરી કામ અર્થે વિદ્યાનગર આણંદ ખાતે ગયેલો હતો અને ત્યાં થી પરત ફરતી વેળાએ કાઉન્સીલર અલ્પેશ મકવાણા નો ફોન આવેલ અને જણાવેલ કે આપણા ચિલ્ડ્રન હોમ ગોધરા ખાતે ચીલ્ડ્રન હોમના બાળકો નું જમવાનું ચાલતું હતું તે વેળાએ આમીર નામનો બાળક થાળી ધોવાના બહાને બહાર નિકળેલ હતો તે સ્ટાફની નજર ચુકાવી થાળી ધોયા વગર કયાંક ચાલ્યો ગયેલ છે.તેવી હકીકત જણાવતા જરૂરી તપાસ કરાવેલી અને આ બાબત ની જાણ ઉપરી અધિકારીઓ ને કરેલી હાજર સ્ટાફે કીશોરની જરૂરી શોધખોળ હાથ ધરતા મળી આવેલ નહીં જેથી આ કીશોરનું કોઈ અજાણી વ્યક્તિ અગમ્ય કારણોસર અપહરણ કરી લઈ ગયા હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે શહેર પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવાતા પોલીસે અજાણ્યા શખ્સ સામે બાળકના અપહરણ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી...Conclusion:....

ABOUT THE AUTHOR

...view details