ગુજરાત

gujarat

Initiative of Mehsana Collector: વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બન્યુ "સાયકલ"

By

Published : Dec 4, 2021, 5:07 PM IST

મહેસાણા જિલ્લામાં વારસાને ઉજાગર કરવા સાયકલિંગ કરી કલેકટર વડનગર પહોંચ્યા. જિલ્લામાં વૈવિધ્ય સભર અને ઇતિહાસ ઉજાગર કરનાર ઐતિહાસિક નગરી તરીકે ઓળખ ધરાવતું વડનગર (Vadnagar is known as a diverse and historic city)ના વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશથી ભારત અને ગુજરાત સરકારના પ્રયાસના ભાગરૂપે મહેસાણા વહીવટી તંત્ર દ્વારા આજે શનિવારના રોજ મહેસાણાથી વડનગર સુધીની "સાયકલિંગ સફર" યોજાઈ (A cycling trip was held from Mehsana to Vadnagar) હતી.

Initiative of Gujarat Government: વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બ્નયું સાયકલ
Initiative of Gujarat Government: વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બ્નયું સાયકલ

  • વડનગરના વારસાને ઉજાગર કરવા મહેસાણા જિલ્લાના કલેકટરની પહેલ
  • મહેસાણા જિલ્લામાં સાયકલિંગ થી વડનગર સુધીની સફર યોજાઈ
  • વડનગરના સ્થાનિકો અને પદાધિકારીઓ વતી સાયકલીસ્ટોનું પુષ્પોથી સ્વાગત

મહેસાણા: જિલ્લામાં વૈવિધ્ય સભર અને ઇતિહાસ ઉજાગર કરનાર ઐતિહાસિક નગરી તરીકે ઓળખ ધરાવતું વડનગર ( Vadnagar is known as a diverse and historic city)ના વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશથી ભારત અને ગુજરાત સરકારના પ્રયાસના ભાગરૂપે મહેસાણા વહીવટી તંત્ર દ્વારા શનિવારના રોજ મહેસાણાથી વડનગર સુધીની "સાયકલિંગ સફર" (Cycling trip)યોજાઈ (A "cycling trip" was held from Mehsana to Vadnagar) હતી, આ કાર્યક્રમમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. અને આ તમામ લોકો સાયકલિંગ કરી વડનગર પહોંચ્યા હતા.

જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ 40 કિમિ સાયકલિંગ કરી વડનગર પહોંચ્યા
મહેસાણા જિલ્લાના કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા વડનગરના વારસાને પ્રકાશમાં લાવવાની મુહિમને આગળ ધપાવતા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે મહેસાણા શહેરના અન્ય સાયકલિંગ કરનારાઓ જોડે મહેસાણા થી વડનગર સુધી 40 કિમિની સાયકલ પર સવારી કરી યાત્રા કરતાં વડનગર પહોંચ્યા હતા. મહેસાણાની આ સાયકલિંગની સફર (Cycling trip) નોંધનીય સફર હતી કે, પહેલી વાર કોઈ ઉચ્ચ અધિકારીઓ સાયકલ પર વડનગર પહોંચ્યા હતા.

Initiative of Gujarat Government: વારસાને ઉજાગર કરવાનું માધ્યમ બ્નયું સાયકલ

આ પણ વાંચો:બેચરાજી ખાતે બહુચર માતાજીને મુલ્યવાન નવલખો હાર પહેરાવાયો

વડનગરવાસીઓ દ્વારા પુષ્પોથીસ્વાગત કરાયું
વડનગર ખાતે ઠેર-ઠેરથી આવેલ સાયકલીસ્ટનું વડનગરના સ્થાનિકો અને પદાધિકારીઓ તેમજ સંગીતના લોકો દ્વારા પુષ્પો છાંટી સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં આવેલ તમામ સાયકલીસ્ટનું સ્વાગત અને ચા-નાસ્તા પાણીનું આયોજન કરી વડનગરમાં ભાવ-પૂર્વક સાવગત કરાયું હતું.

આ પણ વાંચો:મહેસાણા જિલ્લાની ચારેય બેઠક પર સરેરાશ 55.65 ટકા મતદાન

જિલ્લા વહીવટી તંત્રના આયોજનથી સાયકલીસ્ટોને વડનગરનો વારસાનો ખિતાબ
વડનગર પહોંચેલા તમામ સાયકલીસ્ટોને જિલ્લા વહીવટી તંત્રના આયોજન દ્વારા વડનગરનું રેલવે સ્ટેશન, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, હાટકેશ્વર મંદિર અને પુરાતત્વીય વિભાગની સાઇટ સહિતની જોવા લાયક જગ્યાઓની મુલાકાત કરાવવામાં આવી હતી. આ જોવાલાયક સ્થળોની મુલાકાત સમયે તંત્રના આયોજન હેઠળ યાત્રિકોને જાણકારી આપવા માર્ગદર્શનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details