ETV Bharat / state

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો - Warning to fishermen by IMD

author img

By ETV Bharat Gujarati Team

Published : May 26, 2024, 3:56 PM IST

દેશમાં એક તરફ ગરમીની પરિસ્થિતિ છે તો બીજી તરફ વવાઝોડાની અટકળો થઈ રહી છે. એવા સમયમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં સમુદ્રિય વિસ્તાર માટે માછીમારોને ચેતવણી આપવામાં આવેલી છે. શું છે આ ચેતવણી જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ. Warning to fishermen by IMD

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માછીમારોને આપવામાં આવી ચેતવણી, શું છે જાણો (Etv Bharat Gujarat)

ગુજરાત: રાજ્યમાં સખત ગરમી પડી રહી છે. એટલુંજ નહીં પરંતુ આ વખતનો ઉનાળો માત્ર ગરમી નહીં પરંતુ દઝાડે તેવો તડકો પણ લઈ આવ્યો છે. એક તરફ ઉનાળાની પરિસ્થિતિ છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની ખાડી વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાયો અને ચક્રવાતની પરિસ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે આજ રોજ રવિવારે રાત્રે આ ચક્રવાત વાવાઝોડામાં પરિણમશે તેવી ધારણા પણ કરવામાં આવી છે.

ગુજરાતનાં દરિયાકિનારે માછીમારીનું કામ કરતાં માછીમારો માટે તારીખ 26 મે થી લઈને 30 મે સુધી ચેતવણી જાહેર કરવામાં આવી
ગુજરાતનાં દરિયાકિનારે માછીમારીનું કામ કરતાં માછીમારો માટે તારીખ 26 મે થી લઈને 30 મે સુધી ચેતવણી જાહેર કરવામાં આવી (Etv Bharat Gujarat)

પાંચ દિવસ દરમિયાન દરિયામાં થતું હલનચલન: આવા સમયમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયાકિનારે માછીમારીનું કામ કરતાં માછીમારો માટે તારીખ 26 મે થી લઈને 30 મે સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ પાંચ દિવસ દરમિયાન ગુજરાતનાં દરિયામાં થતાં હલનચલનને કારણે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને તેનાથી માછીમારોએ કેવા પ્રકારની તકેદારી રાખવી તે માટેની નોંધ બહાર પાડવામાં આવી છે.

વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી મુજબ ખુલ્લા સમુદ્ર માટે તેમણે જણાવ્યું છે કે,

તારીખ 26 અને 27 મેના રોજ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયાના દરિયાકાંઠે 45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

તારીખ 28 અને 29 મેના રોજ પવનની ઝડપ 45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથેનો જોરદાર પવન ફૂંકાશે. જેમાં દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર અને સોમાલિયાના કિનારા પર હવાની અસર વધુ જોવા મળશે.

તારીખ 30 મેના રોજ પણ પરિસ્થિતિ સરખી રહેશે પરંતુ આ દિવસે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રને પણ અસર કરતાં પવન ફૂંકાવાની સંભાવના છે.

અન્ય દરિયાકાંઠાની માહિતી: અન્ય દરિયાકાંઠાની વાત કરતાં વિભાગ દ્વારા ચેતવણી સાથે માહિતી આપવામાં આવેલી છે કે, આ પાંચ દિવસો દરમિયાન પવન લક્ષદ્વીપ, માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં 35 કિમી પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની સાથે અને 55 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકવાની સંભાવના છે. જોકે 27 તારીખે કોઈ હલનચલનની પ્રવૃતિ નોંધાઈ નથી.

ઉત્તર દરિયાકાંઠું: જાણવા જેવી બાબત એ છે કે, ગુજરાતનાં ઉત્તર દરિયાકાંઠે કોઈ સમસ્થા નોંધાઈ નથી. જેમાં કચ્છ મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

દક્ષિણ દરિયાકાંઠું: ઉપરાંત, ગુજરાતનાં દક્ષિણ દરિયાકાંઠે પણ કોઈ સમસ્થા નોંધાઈ નથી. જેમાં મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ વિસ્તારોમાં ન જવાની સલાહ: જો કે હવામાન વિભાગ દ્વારા ખુલ્લા સમુદ્ર અને અન્ય સમુદ્રને ધ્યાનમાં લઈને ઉપરોક્ત વિસ્તારોમાં (કચ્છ મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર, મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ) ન જવાની સલાહ આપવામાં આવેલી છે.

  1. ગુજરાતમાં સપ્તાહ દરમિયાન કેવું રહેશે વાતાવરણ જાણો - gujarat weather update
  2. રેમલ વાવાઝોડાની ગંભીર અસર થશે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ત્રિપુરામાં, જાણો સંપૂર્ણ માહિતી - cyclone remal update
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.