ગુજરાત

gujarat

દહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ

By

Published : Jun 4, 2021, 3:23 PM IST

સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી સાથે ત્રાસ ગુજરાવમાં આવતા કડી ખાતે રહેતી પરિણિતાએ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના આ બનાવ બાદ સાસરિયાઓ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. જેના 4.5 વર્ષ બાદ મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા મૃતકના સાસુ, સસરા સહિત કુલ 5 લોકોને 3 વર્ષની સજા ફટકારી છે.

દહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ
દહેજના ત્રાસથી આત્મહત્યા કરનારી પરિણિતાના કેસમાં 4.5 વર્ષે ચુકાદો, સાસરિયાઓને 3 વર્ષની કેદ

  • 4 વર્ષ પહેલાં પરિણિતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી
  • પરિણિતાની આત્મહત્યાના કેસમાં 5 સાસરિયાઓને 3 વર્ષની સજા
  • એડિ.સેશન્સ કોર્ટે પતિ, સાસુ, સસરા સહિત કુલ 5ને સજા ફટકારી


મહેસાણા: જિલ્લાના કડીમાં આવેલી મમતા સોસાયટીમાં જયેશ પ્રજાપતિના બહેન હેતલબેન પ્રજાપતિએ પોતાના સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક મહિલાના ભાઈએ દહેજની માંગણી કરી પોતાની બહેનને ત્રાસ આપીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા તેણીના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને કાકા સસરાના દીકરા સાથે મળીને કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારાઈ સજા

આ કેસ મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે બનાવના 4.5 વર્ષે ચુકાદો આપતા કડી મહિલા અપમૃત્યુ કેસમાં મૃતક મહિલાના પતિ વિજય પ્રજાપતિ, સાસુ કાંતાબેન, સસરા બેચારભાઈ, જેઠ રાજુભાઈ અને જેઠાણી ભાવનાબેન મળી કુલ 5 આરોપીઓને કલમ 498(ક) અને 144 મુજબ 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details