ગુજરાત

gujarat

મહેસાણામાં તૌકતે વાવાઝોડામાં 33 ટકાથી ઓછું નુકસાન હોય તેને સહાય નહિ મળે..!

By

Published : May 29, 2021, 2:25 PM IST

મહેસાણામાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે પશુપાલન અને ખેતીવાડી પર આધારિત લોકો રહે છે ત્યારે જિલ્લામાં 18 મેના રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી 63 હજાર હેક્ટર પૈકી 5670 હેક્ટરમાં એટલે કે 9 ટકા પાકને નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. ત્યારે 33 ટકાથી વધુ નુકસાન હોય તેને સહાય મળશેે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

mehsana
mehsana

  • મહેસાણામાં તૌકતે વાવાઝોડામાં 33થી ઓછું હોય નુકસાન હોય તેને સહાય નહિ મળે
  • તૌકતે વાવાઝોડાથી 63 હજાર હેક્ટર પૈકી 5670 હેક્ટરમાં એટલે કે 9 ટકા પાકને નુકસાન
  • 42 હજાર અને બાગાયતની 21 હજાર હેક્ટર જમીનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમના આધારે પાકનો સર્વે હાથ ધર્યો

મહેસાણા: જિલ્લામાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે પશુપાલન અને ખેતીવાડી પર આધારિત લોકો રહે છે ત્યારે જિલ્લામાં 18 મેના રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી 63 હજાર હેક્ટર પૈકી 5670 હેક્ટરમાં એટલે કે 9 ટકા પાકને નુકસાન થયું હોવાનું કૃષિ વિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. વાવાઝોડા બાદ 20 મેથી કૃષિ વિભાગની 35 ટીમોએ ખેતીની 42 હજાર અને બાગાયતની 21 હજાર હેક્ટર જમીનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમના આધારે પાકનો સર્વે હાથ ધર્યો હતો.

તૌકતે વાવાઝોડાને કારણે પાકનો સર્વે કરાયો

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારનો દિલ્હી કેન્દ્રની ટીમ દ્વારા સર્વે કરાયો

મહેસાણા જિલ્લામાં તૌકતે વાવાઝોડાનું નુકસાન 33 ટકાથી ઓછું નોંધાતાં નહિ મળે સહાય.!

ખેતીવાડી વિભાગે હાથ ધરેલ સર્વેમાં જિલ્લાના 5670 હેક્ટર ખેતીલાયક જમીનમાં ઉભા પાકને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. જેમાં સાૈથી વધુ નુકસાન બાજરીના પાકને થયું છે. સરકારની ગાઇડ લાઇન મુજબ 33 ટકા પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવાપાત્ર થાય છે. તેની સામે જિલ્લામાં માત્ર 9 ટકા પાકને નુકસાન થયું હોવાના કારણે જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડી શકે છે..!

ABOUT THE AUTHOR

...view details