ગુજરાત

gujarat

કચ્છમાં મોરની હત્યા કરનાર મહિલાની ધરપકડ

By

Published : Jun 22, 2019, 8:31 AM IST

કચ્છ:  રાપર તાલુકાના ગેડી ગામે મોરની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં વન તંત્રએ આ કિસ્સામાં આરોપી મહિલાને રણમાં બે કિલો મિટર સુધી પીછો કરીને પકડી લીધી હતી. તેમજ તંત્ર દ્વારા મોરની સલામતી માટે વધુ પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

કચ્છ

મળતી વિગતો મુજબ રાપરના ગેડી ગામે મોરની હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા વનતંત્રના રાપર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ.મહેશ્ચરીએ કચ્છના મુખ્ય વન સંરક્ષકએ. તપાસ આદરી હતી. જેમાં મોરનો શિકાર કરનાર શકમંદ મહિલા રાજીબેન રાયધણ પારકરા કોલી ને પકડી પાડી હતી. આ મહિલા રાપર આણંદ બસમાં ગેડી પાટીયા પરથી બસ મારફતે ભુરાવાંઢ ગામે નાસી જવાની તૈયારીમાં હતી અને બસમાંથી આડેસર ઉતરી આ મહિલા નાસી જવાની હતી ત્યારે વન વિભાગની ટીમોએ બે કિલોમીટર રણ વિસ્તારમાં પીછો કરી પકડી પાડી હતી. આરોપી મહિલા સામે મોરની હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કચ્છમાં મોરની હત્યા કરનાર મહિલા આરોપીની પોલીસે કરી ધરપકડ

નોંધનીય છે કે, રાપર તાલુકામાં અગાઉ માંજુવાસ, ગાગોદર, લખાગઢ ખાતે મોરની હત્યાનાં બનાવ બન્યા હતા. જેમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ કરીને આ વિસ્તામાં શ્રમીક વર્ગ મોરનો શિકાર કરે છે. તંત્રએ આ વિસ્તારમાં કડક કાર્યવાહી સાથે મોરની સલામતી માટે વધુ પગલા ભરવાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details