ગુજરાત

gujarat

Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે

By

Published : Jun 15, 2022, 3:06 PM IST

Updated : Jun 16, 2022, 10:40 PM IST

ભુજના હમીરસર તળાવની પાસે આવેલો ક્રુષ્ણાજી (Dilapidated Bridge in Bhuj) પુલ જર્જરિત હોવાથી મરમત કરવાની માંગ ઉઠી છે. આ પુલ ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ નગરપાલિકા દ્વારા જાણવા મળ્યું કે આ (Bhuj Krushnaji Bridge) કામ ચોમાસા બાદ કરવામાં આવશે.

Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે
Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે

કચ્છ : ભુજના હૃદયસમા હમીરસર તળાવની પાસે આવેલો ક્રુષ્ણાજી પુલ જર્જરિત (Krushnaji Bridge Dilapidated) હાલતમાં છે. આ પુલ પર વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. વરસાદની સિઝનમાં આવતા પાણી અને હમીરસર તળાવનો નજારો જોવા માટે લોકોની આ પુલ પર ભીડ એકઠી થાય છે. પાયાથી જર્જરીત પુલ હવે ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે અને કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા તંત્ર (Dilapidated Bridge in Bhuj) જાગે તેવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.

ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે

ક્રુષ્ણાજી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં - ભુજના હમીરસર તળાવમાં (Hamirsar Lake of Bhuj) મોટા બંધથી વરસાદી પાણી વાયા ક્રુષ્ણાજી પુલ નીચેથી જાય છે. જે દાયકા જૂનો પુલ અને પૂલની દીવાલો જર્જરિત થઈ ગઈ છે. તેની મરમ્મત હમીરસર તળાવના બ્યુટીફીકેશન હેઠળ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ, હમીરસર તળાવના બ્યુટીફીકેશનની સાથે કૃષ્ણજી પુલની દીવાલની મરમત પણ ઠેલાતી જાય છે. જેની હવે સમયસર મરમ્મત નહીં થાય તો ગમે ત્યારે આ પુલ ધરાશાયી (Bridge Collapses in Bhuj) થાય એવી સ્થિતિ ઊભી થઈ છે.

ક્રુષ્ણાજી પુલ

ચોમાસામાં પુલ પાર અકસ્માતની ભીતિ -છેલ્લા 10 વર્ષોથી હમીરસર તળાવના બ્યુટીફીકેશનની વાતો થાય છે. હમીરસર તળાવના બ્યુટીફીકેશનની કામગીરી હેઠળ ક્રુષ્ણાજી પુલ પાસે રામકુંડને જોડતો પુલ પણ બનાવી દેવાયો હતો. પરંતુ, ભુજ નગરપાલિકાના ગત બોડીના અધિકારીઓએ બાકીનું કામ પણ આગળ વધાર્યું નહીં. જેથી ક્રુષ્ણાજી પુલની જર્જરિત દીવાલનું પણ સમારકામ રહી ગયું છે. 2020માં કોરોનાની પ્રથમ લહેરના પ્રારંભે લોકડાઉન દરમિયાન પુલ ઉપરનો માર્ગ વન-વે કરી દેવાયો હતો. ક્રુષ્ણાજી પુલની મરમ્મતનું કામ હજી સુધી પણ હાથ ધરાયું નથી. હવે ચોમાસા બાદ શિયાળામાં કામગીરી હાથ ઉપર લેવાની વાત થાય છે તેથી ચોમાસામાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :Notice to vacate Surat police line houses : તાત્કાલિક મકાનો ખાલી કરવા કહ્યું, પરિવારોની રજૂઆત કમિશનરે પણ ન સાંભળી

દિવાળી પહેલા પુલનું કામ પૂર્ણ થઇ જશે: નગરપાલિકા -ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ક્રુષ્ણાજી પુલનું કામ હમીરસર તળાવના બ્યુટીફીકેશન (Beautification of Hamirsar Lake) અંતર્ગત લેવામાં આવ્યું છે. આ બ્યુટીફીકેશનનું કામ 9 કરોડના ખર્ચે થવાનું છે. જે હાલમાં સરકારની વહીવટી પ્રક્રિયામાં અટકેલું છે. એકાદ મહિનામાં ફાઇલ પાસ થઈ જશે અને હમીરસરની આસપાસનો વિસ્તાર ખેંગાર પાર્ક, ચાલવાનો રસ્તો, રાજેન્દ્ર બાગ, રામકુંડ અને ક્રુષ્ણાજી પુલનું કામ બ્યુટીફીકેશન અંતર્ગત લેવામાં આવ્યા છે, જે ચોમાસા બાદ અને દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો :Dilapidated Buildings in Bhavnagar : ભાવનગરમાં જર્જરિત ઇમારતોને લઈને મેયરની નોટીસ, પાલન નહીં કરો તો પગલાં

14થી 15 લાખના ખર્ચે સમારકામ -ભુજ નગરપાલિકાની (Bhuj Municipality) ગત ટર્મની બોડીએ 15મા નાણાંપંચ હેઠળ આ પુલ માટે ટેન્ડરિંગ કર્યું હતું અને રાજકોટની પાર્ટીને આ પુલનું ટેન્ડર લાગ્યું હતું. પરંતુ, 15માં નાણાપંચમાં ગ્રાન્ટના હોવાથી રાજકોટની પાર્ટીએ કામ કર્યું ન હતું. આ વર્ષે નગરપાલિકાની ટીમ દ્વારા પુલની ચકાસણી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં 14થી 15 લાખના ખર્ચે સમારકામ કરીને પુલનું (Bhuj Krushnaji Bridge) બ્યુટીફીકેશન કરવામાં આવશે.

Last Updated : Jun 16, 2022, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details