ETV Bharat / state

Mamlatdar Office Radhanpur: રાધનપુર કસબા તલાટી કચેરીમાં છતનો કાટમાળ પડતાં 3 કર્મચારીઓ ઘાયલ

author img

By

Published : Apr 13, 2022, 9:28 PM IST

રાધનપુર કસબા તલાટી કચેરીમાં છતનો કાટમાળ પડતાં 3 કર્મચારીઓ ઘાયલ
રાધનપુર કસબા તલાટી કચેરીમાં છતનો કાટમાળ પડતાં 3 કર્મચારીઓ ઘાયલ

રાધનપુરની કસબા તલાટી કચેરીમાં છતનું પોપડું (Mamlatdar Office Radhanpur) પડવાથી 3 તલાટીને ઈજા થઈ હતી. વર્ષો જૂની આ બિલ્ડિંગ હાલમાં જર્જરિત હાલતમાં છે. તેમ છતાં તંત્ર દ્વારા તેનું રિનોવેશન કરવામાં આવતું નથી. સદનસીબે આજની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જર્જરિત બિલ્ડિંગને નવી બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે.

પાટણ: રાધનપુર મામલતદાર કચેરી (Mamlatdar Office Radhanpur)માં કાર્યરત કસબા તલાટીની કચેરીમાં આજે છતનું પોપડું પડતાં કામ કરી રહેલા 3 કર્મચારીઓને નાની-મોટી ઇજાઓ (roof collapse in radhanpur) થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને કચેરીમાં અફરાતફરી મચી હતી. સદનસીબે આ ઘટના બની ત્યારે અરજદારો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટના બની ત્યારે અરજદારો ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી.

વર્ષો જૂના બિલ્ડિંગમાં જીવના જોખમે કર્મચારીઓ કામ કરી રહ્યા છે- રાધનપુરમાં નવાબી શાસન (Nawab rule in Radhanpur) સમયે કાર્યરત કરવામાં આવેલી બિલ્ડિંગમાં હાલ મામલતદાર કચેરી કાર્યરત છે. આ કચેરીમાં અનેક ઓફિસો પણ કાર્યરત કરવામાં આવી છે, જેમાં કસબા તલાટીની કચેરી (kasba talati office radhanpur)નો પણ સમાવેશ થાય છે. આ બિલ્ડિંગ વર્ષો જૂનું હોવાને કારણે જર્જરિત બન્યું છે, છતાં પણ સરકાર દ્વારા આ જર્જરીત બિલ્ડિંગ (Dilapidated buildings in Radhanpur)ના નવીનીકરણ માટેની કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. કર્મચારીઓ અને કામ અર્થે આવતાં અરજદારો પોતાના જીવના જોખમે અહીં આવી રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

છતના ધાબામાંથી એકાએક મોટુ પોપડું પડ્યું.
છતના ધાબામાંથી એકાએક મોટુ પોપડું પડ્યું.

આ પણ વાંચો: Radhanpur MLA Raghu Desai Demand : વીજ પુરવઠા મુદ્દે ધરવડીમાં ધારાસભ્યએ ખેડૂતો સાથે વિરોધ નોંધાવ્યો

ત્રણેય ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી- બુધવારે બપોરના કસબા તલાટીની કચેરીમાં યાસીનભાઈ દીવાન, રાકેશભાઈ ચૌધરી અને ભીલોટ સેજાના તલાટી કામ અર્થે આવ્યા હોઈ ત્રણેય કામમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન છતના ધાબામાંથી એકાએક મોટુ પોપડું પડતાં ત્રણેય તલાટી ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે , સદનસીબે કોઈને ગંભીર ઈજાઓ થઇ ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Patan Radhanpur murder: રાધનપુરમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

અરજદારોની પાંખી હાજરીના કારણે મોટી દુર્ઘટના ટળી- આ અંગે મામલતદાર જનકબેન મહેતાના જણાવ્યા મુજબ, ત્રણેયને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. છતનું પોપડું પહેલાં પંખા ઉપર અને ત્યારબાદ નીચે પડ્યું હોવાથી ખાસ ઈજાઓ થઇ નહોતી. ઉલ્લેખનીય છે કે, આ જર્જરિત બિલ્ડિંગમાં આ ઘટના બપોરના સમયે બની હોવાથી અરજદારોની પાંખી હાજરી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સરકાર દ્વારા આ જર્જરિત બિલ્ડિંગને નવી બનાવવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની અને કર્મચારીઓની માંગ ઉઠવા પામી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.