Dilapidated Buildings in Bhavnagar : ભાવનગરમાં જર્જરિત ઇમારતોને લઈને મેયરની નોટીસ, પાલન નહીં કરો તો પગલાં

author img

By

Published : Jun 4, 2022, 3:47 PM IST

Dilapidated Buildings in Bhavnagar : ભાવનગરમાં જર્જરિત ઇમારતોને લઈને મેયરની નોટીસ, પાલન નહીં કરો તો પગલાં

ભાવનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલા જર્જરિત (Dilapidated Buildings in Bhavnagar) ઇમારતોનો સર્વે તો કર્યો છે. પરંતુ જર્જરિત મકાનો ઉતરાવવામાં મહાનગરપાલિકા આ વર્ષે પણ કાચી પડી છે. મકાનો ઉતરાવવાની મથામણમાં મહાનગરપાલિકા પડવા માંગતી ના હોય તેમ માત્ર નોટીસો (BMC Dilapidated Building Notice) આપીને સંતોષ માન્યો છે .જાણો કેટલી નોટિસો જીકી

ભાવનગર : ભાવનગર શહેરની વસ્તી આશરે સાત લાખ કરતા વધુ છે, અને મિલકતો પણ લાખોમાં છે, ત્યારે શહેરમાં વર્ષો ખાઈ ગયેલા અનેક જર્જરિત મકાનો (Dilapidated Buildings in Bhavnagar) અને ઇમારતો આવેલી છે. આ ઇમારતોને ચોમાસા પહેલા ઉતરાવી લેવાની જવાબદારી મહાનગરપાલિકા છે. જોકે, ચોમાસાને ગણતરીના દિવસો (Pre Monsoon Operations in Bhavnagar) બાકી છે ત્યારે શું કાર્યવાહી આગળ ચાલશે તેના પર નજર કરીએ..

ભાવનગરમાં જર્જરિત ઇમારતોને લઈને મેયરની નોટીસ

ઇમારતો ધરાશાયીના બનાવો - ભાવનગર શહેરમાં આવેલી જર્જરીત અનેક ઇમારતો છે. ચોમાસા પહેલા કે પછી ઇમારતો ધરાશાયી થતી રહી છે. હજુ ચાર દિવસ પહેલાના તાજા દાખલા પ્રમાણે જોઈએ તો હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ. સદનસીબે લોકો સાવચેતીપૂર્વક અગાઉ બહાર નીકળી ગયા હતા. શહેરના જુના વિસ્તારમાં પણ મકાનો ધરાશાયી થતા રહ્યા છે. આવા મકાનો મહાનગરપાલિકાએ ઉતારવાના હોય છે.

જર્જરિત ઇમારત
જર્જરિત ઇમારત

આ પણ વાંચો : Mamlatdar Office Radhanpur: રાધનપુર કસબા તલાટી કચેરીમાં છતનો કાટમાળ પડતાં 3 કર્મચારીઓ ઘાયલ

સરકારી કે ખાનગી ઇમારત કાર્યવાહી શુ થઈ - ભાવનગર શહેરમાં મકાન ધરાશાયી થવામાં મહાનગરપાલિકાની ભૂમિકા અહમ હોય છે. શહેરમાં મકાન ધરાશાયી (House Building in Bhavnagar) થાય એટલે નેતાઓ દોડી જાય છે. પરંતુ, પૂર્વ આયોજન રૂપે ભયજનક મકાનો કે ઇમારત પાડવામાં આવતી નથી. વર્ષોથી મહાનગરપાલિકા નોટિસો આપીને સંતોષ આપી રહી છે. જો આવી રીતે કાર્યવાહી થતી રહેશે તો ક્યારેક મોટી જાનહાની થવાનો બનાવ બને તો નવાઈ નહિ.

આ પણ વાંચો : સ્વચ્છ ભારત અભિયાન માત્ર નારો ? શિક્ષણપ્રધાનના શહેરની શિક્ષણ સમિતિના દરવાજે અખંડ કચરાના ઢગલા

2022ના ચોમાસા પહેલા શું કાર્યવાહી - ભાવનગર મહાનગરપાલિકા મેયર કીર્તિ દાણીધારીયા જણાવ્યું કે, ભાવનગર મહાનગરપાલિકાએ 2022ના ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં સર્વે કરીને 199 ઇમારતો શોધી કાઢી છે. આ 199 ઇમારતમાં 179 ઇમારત ભયજનક બતાવી છે, એટલે કે અથવા તેનું રીપેરીંગ અથવા તેને સંપૂર્ણ પાડી દેવાની જરૂર હોય. જોકે મહાનગરપાલિકાએ 22 ઇમારતો મકાન માલિકે ઉતારી લીધી હોવાનું જણાવી રહી છે. મેયર કીર્તિ જણાવ્યું હતું કે 179 ઇમારતો છે જેને રીપેરીંગ અથવા પાડી દેવાની જરૂર છે તેને નોટિસો આપી (BMC Dilapidated Building Notice) દેવામાં આવી છે. ચોમાસા પહેલા મકાન માલિકો કાર્યવાહી નહિ કરે તો કડક હાથે પગલાં ભરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.