ગુજરાત

gujarat

ગાંધીધામમાં પોલીસે 3 સ્થળો પર રેડ કરી, 21 લાખના દારૂ સાથે 2 આરોપી ઝડપાયા

By

Published : Jun 5, 2021, 2:59 PM IST

ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દરરોજ કોઈકને કોઈક જિલ્લામાં દારૂ પકડાવવાની ઘટના સામે આવે છે. ત્યારે કચ્છના ગાંધીધામ શહેરના સપનાનગર અને પડાણામાં દારૂની હેરફેર સમયે પોલીસે દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી 21.16 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી.

ગાંધીધામમાં પોલીસે 3 જગ્યાએ દરોડા પાડી 21 લાખ રૂપિયાના દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી
ગાંધીધામમાં પોલીસે 3 જગ્યાએ દરોડા પાડી 21 લાખ રૂપિયાના દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી

  • કચ્છના ગાંધીધામમાં સપનાનગર અને પડાણામાંથી દારૂ ઝડપાયો
  • પોલીસે દરોડા પાડી દારૂની હેરફેર સમયે જ વિદેશી દારૂ ઝડપી પાડ્યો
  • વિવિધ જગ્યાએ પોલીસે 21.16 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો
  • પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, જ્યારે એક આરોપી ભાગી ગયો

કચ્છઃ ગાંધીધામ શહેરના સપનાનગરમાં તેમ જ પડાણામાં દારૂની હેરફેર સમયે જ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે જુદી જુદી 3 જગ્યાએ દરોડા પાડી કુલ 21.16 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લેવાયા હતા.
આ પણ વાંચો-વાપીમાં STની 3 બસમાંથી 1.22 લાખ રૂપિયાનો દારૂ પકડાતા ડ્રાઈવર, કંડક્ટર સહિત 13 બુટલેગર સામે કાર્યવાહી

ગાંધીધામથી 12 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

આ મળતી પ્રાથમિક માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી. તે મુજબ જુદી જુદી ટીમ બનાવી 3 દરોડા પાડવામાં આવ્યા હતાં, જેમાં ગાંધીધામના સપનાનગરમાંથી દરોડો પાડીને 666 નંગ 12,95,400ની કિંમતના વિદેશી દારૂની બોટલો તથા 720 નંગ 72,000 રૂપિયાની કિંમતના બિયર સાથે આરોપી રમેશ ગોરને પકડી લીધો હતો.


આ પણ વાંચો-બોરીયાચ ટોલનાકા પાસેથી રૂપિયા 18.81 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો


વધુ પૂછપરછમાં અન્ય એક આરોપી પણ દારૂ સાથે ઝડપાયો

આરોપીની વધુ પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો સપનાનગરમાં રહેતા અકરમ અહમદ સિપાઈ રાખી ગયો હોવાનું જણાવતાં પોલીસે તેના મકાન પર દરોડો પાડ્યા હતા અને ત્યાંથી પણ 384 બોટલો 7,22,400 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે તેના ભાઈ નેકમોહમ્મદ સિપાઈને પકડી પાડવામાં આવ્યો હતો.

પોલીસે વોચ ગોઠવી હતી, પરંતુ આરોપી પોલીસને જોઈ કાર મુકી ભાગ્યો

આ ઉપરાંત ગાંધીધામ પોલીસ દ્વારા પડાણા પાસે અકબર રમજુ સોઢા કારમાં વિદેશી દારૂ લઈ અજમેરી હોટલ પાસે આવવાનો હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન આરોપીએ પોલીસને જોઈ લેતા કાર મૂકી ભાગી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 27,000 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો 26 બોટલ અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. આ સાથે 4,00,000 રૂપિયાની કિંમતની કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે 27.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ગાંધીધામ પોલીસ દ્વારા એક જ દિવસમાં 3 જગ્યાએ દરોડો પાડી કુલ 21.16 લાખ રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો હતો તથા છોટા હાથી, મોબાઇલ ફોન અને કાર મળીને કુલ 27,26,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details