ગુજરાત

gujarat

ભુજમા હમીરસર તળાવના વધામણા, પ્રધાન વાસણ આહીરે પાઠવી શુભેચ્છા

By

Published : Sep 1, 2020, 10:02 PM IST

કચ્છમાં સારા વરસાદને પગલે જિલ્લાના તમામ નદી, નાળા, ડેમ છલકાયા છે, ત્યારે કચ્છ અને દેશમાં રહેતા કચ્છીજનોના હ્રદયના પ્રતિક એવું ભુજનું હમીરસર તળાવ છલકાયું છે. જેથી ભુજવાસીઓ અને સમગ્ર કચ્છના લોકો હમીરસર તળાવને જોવા ઉમટી રહ્યા છે.

ETV BHARAT
ભુજમા હમીરસર તળાવના વધામણા

કચ્છઃ જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાના તમામ નદી, નાળા, ડેમ છલકાયા છે, ત્યારે કચ્છ અને દેશમાં રહેતા કચ્છીજનોના હ્રદયના પ્રતિક એવું ભુજનું હમીરસર તળાવ છલકાયું છે. જેથી ભુજવાસીઓ અને સમગ્ર કચ્છના લોકો હમીરસર તળાવને જોવા ઉમટી રહ્યા છે.

ભુજમા હમીરસર તળાવના વધામણા

સોમવારે આ તળાવ છલકાયું હતું. જેથી રાજવી પરિવાર અને ભુજ નગરપાલિકા દ્વારા આ તળાવને વધાવી લેવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે રાજ્યકક્ષાના પ્રધાન વાસણ આહીરે હમીરસર તળાવમાં નવા નીર આવવાથી કચ્છવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે વાસણ આહીરે જણાવ્યું હતું કે, આ તળાવ કચ્છી માડુઓની લાગણીનું પ્રતિક છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના દરેક ખૂણે વસતા કચ્છીમાડુઓ ચોમાસાના સમય દરમિયાન હમીરસર તળાવમાં પાણી આવ્યું છે કે નહીં? આ પ્રશ્ન જરૂર પુછે છે.

ABOUT THE AUTHOR

...view details