ગુજરાત

gujarat

કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો

By

Published : May 20, 2020, 6:32 PM IST

Updated : May 20, 2020, 7:32 PM IST

કચ્છના નિર્જન ટાપુ શેખરાનપીર પાસેથી પોલીસે 16 પેકેડ ચરસનો જથ્થો પકડી પાડયો છે. હાલ વધુ તપાસ ચાલું છે. આ જથ્થાની કિમંત રૂપિયા 24 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો
કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો

કચ્છ: ભૂજ એસપી સૌરભ તોલંબીયાએ જણાવ્યું હતું કે, ગુપ્ત બાતમીના આધારે જખૌથી આગળ દરિયામાં આવેલા શેખરાનપીર ટાપ પાસેથી આ ચરસનો જથ્તો મળી આવ્યો છે. જખૌ મરીન પોલીસ એસઓજી પોલીસે આ કાર્યવાહી પાર પાડી છે. હાલ જખૌ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો નોંધવાની કામગીરી થઈ રહી છે. તમામ મુદ્દામાલ 24 લાખ રૂપિયાનો હોવાનું સ્પષ્ટ થયું છે.

કચ્છના દરિયાઈ ટાપુ પરથી પોલીસે 24 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા દરિયાઈ માર્ગેથી ઘુસણખોરીની વિગતો અને ઈનપુટને પગલે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારમાં સતત ચોકસાઈ દાખવાઈ રહી છે. આ વચ્ચે આ ચરસનો જથ્થો પકડાયો છે.
Last Updated :May 20, 2020, 7:32 PM IST

ABOUT THE AUTHOR

...view details