ગુજરાત

gujarat

Child Physical and mental development: બાળકનો સર્વાંગી વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં એ આયુર્વેદીક રામબાણ

By

Published : Apr 11, 2022, 7:22 PM IST

આયુર્વેદના સિદ્ધાંતો(ayurveda main features), જે વિશ્વમાં સૌથી જૂના છે અને સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ તબીબી ખ્યાલોની ભેટ છે. જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને શારીરિક અને માનસિક વિકાસ અર્થે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં(suvarnaprashan drops benefits) પીવડાવવામાં આવે છે. જે દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં નિ:શુલ્ક આપવામાં આવે છે.

Child Physical and mental development: બાળકનો સર્વાંગી વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં એ આયુર્વેદીક રામબાણ
Child Physical and mental development: બાળકનો સર્વાંગી વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં એ આયુર્વેદીક રામબાણ

કચ્છ: કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના આયુષ વિભાગની સુચના અન્વયે ભુજની સરકારી આયુર્વેદ હોસ્‍પિટલમાં જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને શારીરિક અને માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા સુવર્ણપ્રાશન સંસ્કારના ટીપા પીવડાવવામાં આવ્યા હતાં. બાળકના જન્મથી 12 વર્ષની ઉંમર એવી હોય છે કે જેમાં બાળકોની બુદ્ધિ વધારવા, સ્મરણશક્તિ તેમજ શરીર તંદુરસ્ત બનાવવા(સુવર્ણપ્રાશન ટીપાંના ફાયદા ) માટે ખાસ કાળજી રાખવી પડતી હોય છે. આ દરમિયાન દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે(પુષ્ય નક્ષત્ર 2022 તારીખો અને સમય) સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં(government ayurvedic hospital in bhuj) સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાઓનું નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

બાળકની જન્મથી 12 વર્ષની ઉંમર એવી હોય છે કે જેમાં બાળકોની બુદ્ધિ વધારવા, સ્મરણશક્તિ વધારવા તેમજ શરીર તંદુરસ્ત બનાવવા માટે ખાસ કાળજી રાખવી પડતી હોય છે. આ દરમિયાન દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવી રહ્યા છે.

12 વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશનના ટીપાં -બાળકોને પીવડાવવામાં આવતા સુવર્ણપ્રાશનના ટીપાં મેઘા એટલે કે બુધ્ધિ, અગ્નિ અને બળ વધારે છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય એટલે કે શરીર સુદ્ઢ કરનાર, વર્ણ્ય એટલે કે શરીરના વર્ણને ઉજળો(suvarnaprashan with gold) કરનાર તથા ગ્રહ બાધાને દૂર કરવા વાળું છે. સુવર્ણપ્રાશનથી બાળકોને રોગોથી રક્ષણ(suvarnaprashan increases immunity power) મળે છે. બાળક છ માસમાં સૃતધર એટલે કે સાંભળેલી વાતને યાદ રાખવા માટે મદદરુપ બને છે(suvarnaprashan drops benefits ) તેમજ તેની સ્મરણશકિત(Child Physical and mental development ) ખુબ જ વધે છે. જેથી કરીને દરેક વાલીઓએ પોતાના બાળકલને 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા જોઈએ.

આ પણ વાંચો:Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ

કાશ્યપ સંહિતા ગ્રંથમાં પણ સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ -આયુર્વેદની કશ્યપ સંહિતા નામનો ગ્રંથ(આયુર્વેદના સિદ્ધાંતો) છે જેમાં મુખ્યત્વે પીડિયાટ્રીક્સ વિશે વર્ણન કર્યું છે. તેમાં સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે કે સુવર્ણનો ઘસારો(suvarnaprashan with gold) સાથે સાથે આયુર્વેદિક દવાઓનો ઉકાળો અને મધનું મિશ્રણ કરીને બાળકોને આપવામાં આવે તો તેમનો શારીરિક અને માનસિક વિકાસ(Child Physical and mental development) સારો થાય છે.

આ પણ વાંચો:Mucormycosis Ayurvedic Treatment Surat: આયુર્વેદથી સાજા થયાં પાકિસ્તાનની સુરૈયા, ડોક્ટરે આપી નિ:શુલ્ક સારવાર

દરેક માસમાં પુષ્ય નક્ષત્રના દિવસે અપાય છે સુવર્ણપ્રાશનના ટીપાં -ભુજની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં સવારે 9થી 12 વાગ્‍યા સુધી પુષ્‍ય નક્ષત્રના દિવસે 0 થી 12 વર્ષના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં(pushya nakshatra 2022 dates and time ) વિનામૂલ્‍યે પીવડાવાશે. આગામી દરેક માસમાં આવતા પુષ્‍ય નક્ષત્રના દિવસે પણ સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવાશે. આ સુવર્ણપ્રાશનના ટીપાંથી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે, રોગ પ્રતિકારક શકિત વધે છે, સ્‍મૃતિ બુધ્‍ધિ વધે છે. ચાલુ માસ તથા આગામી દરેક માસમાં(pushya nakshatra in every month) આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશનના ટીપાં વિના મુલ્યે પીવડાવવામાં આવશે અને જેનો લાભ લેવા માટે મેડિકલ ઓફિસર વર્ગ-2, પાવન ગોરે અપીલ પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details