ETV Bharat / city

Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ

author img

By

Published : Mar 31, 2022, 8:15 PM IST

Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ
Jamnagar Ayurveda University: જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટી જ્યાં વિદેશથી પણ અભ્યાસ માટે આવે છે વિદ્યાર્થીઓ

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી (Jamnagar Ayurveda University) આવેલી છે. આ યુનિવર્સિટીમાં દેશના અલગ અલગ રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા છે. લગભગ 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે.

જામનગર: જામનગર જિલ્લામાં આઝાદી પહેલા રાજવી દિગ્વિજયસિંહજીએ ધનવંતરી મંદિર (dhanvantri mandir jamnagar)ની ભવ્ય ઈમારત બનાવી હતી. ધનવંતરી મંદિરની આ ભવ્ય ઈમારતમાં જુલાઈ, 1946માં આયુર્વેદ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજને રાજમાતા ગુલાબકુંવરબાની યાદમાં ‘ગુલાબ કુંવર મહાવિદ્યાલય’ (gulab kunwar mahavidyalaya jamnagar) નામ આપવામાં આવ્યું હતું. 1946માં દિગ્વિજયસિંહજી દ્વારા સ્થપાયેલી આ કોલેજનું નામ આજે ભારત નહિં, વિદેશમાં પણ ગુંજતું થયું છે.

1946માં દિગ્વિજયસિંહજી દ્વારા સ્થપાયેલી આ કોલેજનું નામ આજે ભારત નહિં, વિદેશમાં પણ ગુંજતું થયું.

વિશ્વની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી- જામનગર જિલ્લાની આ મહત્વની કોલેજને આયુર્વેદના ક્ષેત્રમાં ઓળખ આપવા માટે વિધાનસભા ઠરાવ રજૂ કરવામાં આવ્યો અને યુનિવર્સિટી (Jamnagar Ayurveda University) સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું. વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યા પછી જાન્યુઆરી, 1967માં વિશ્વની પહેલી આયુર્વેદ યુનિવર્સિટી (World's first Ayurveda University)ની સ્થાપના કરવામાં આવી. આયુર્વેદનો લાભ મોડે મોડે વિશ્વને સમજાયો હોય તેમ હવે વિદેશના વિદ્યાર્થીઓ પણ ભારતમાં આવીને ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે. જામનગરની આ યુનિવર્સિટી કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ જોઇને સમજાઈ જાય કે આયુર્વેદની વિદેશમાં કેવી માંગ (ayurveda in foreign countries) છે.

આયુર્વેદિક યુનિવર્સિટીમાં 600 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે- ભારતના જુદા જુદા રાજ્યો ઉપરાંત કોરિયા, નેપાળ, ઈટાલી, ફ્રાન્સ, શ્રીલંકા સહિતના દેશોના વિદ્યાર્થી ગુજરાતની આ યુનિવર્સિટીમાં (Foreign Students In Jamnagar Ayurveda University) અભ્યાસ માટે લાઈનો લગાવે છે. હાલ આયુર્વેદિક યુનિવર્સિટીમાં 600 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી 50 વિદ્યાર્થી વિદેશી છે. આજની રહેણીકરણીના કારણે વકરી રહેલા કેન્સર, કિડની, હાર્ટ, લિવર અને ત્વચાના હઠીલા રોગોમાં જ્યારે એલોપેથી દવાઓથી યોગ્ય રિઝલ્ટ મળતું નથી ત્યારે આયુર્વેદ ચિકિત્સાના સારા પરિણામો સાબિત થતા હોવાથી વિશ્વમાં આયુર્વેદની માંગ વધતી જાય છે. ગુજરાતમાં હાલમાં 11 જેટલી આયુર્વેદ કોલેજો (ayurvedic colleges in gujarat) આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. જ્યારે ભારતના આયુર્વેદ શિક્ષણના મુખ્ય 3 કેન્દ્રમાં જામનગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આયુર્વેદ ડૉક્ટર્સને સર્જરીની પરવાનગી આપવાના નિર્ણયનો જામનગરના ડૉક્ટરોએ વિરોધ કર્યો

અનેક સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ચલાવવામાં આવે છે- જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં 3 મહિનાથી માંડીને સાડા પાંચ વર્ષના બી.એ. એમ.એસ., એમ.ડી.(આયુર્વેદ) જેવા અનેક સર્ટિફિકેટ અને ડિગ્રી કોર્સ ચાલી રહ્યા છે. વિદેશથી આવતા અનેક વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની સગવડ સાથે કેમ્પસમાં હોસ્ટેલ બનાવવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકો સાથે વ્યવહાર કરવામાં યુનિવર્સિટીનાં સંચાલકો વિદેશી વિદ્યાર્થીઓની સતત મદદરૂપ બને છે. તો કોલેજના ક્લાસરૂમમાં પણ કો-એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે માફકસર માહોલ ઊભો કરવામાં આવે છે.

વિદેશની અનેક સંસ્થાઓ સાથે MOU- વિદેશથી ડૉક્ટરની ડીગ્રી લઈને આવેલા અનેક વિદ્યાર્થીઓ અહીં એમડીની ડીગ્રી મેળવી રહ્યાં છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ આયુર્વેદમાં પીએચડી કરી દેશી દવાઓના પાઠ સમજી રહ્યાં છે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા વિદેશની સંસ્થા સાથે જોડાવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આયુર્વેદના શિક્ષણ (Ayurveda education in gujarat)ને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે યુનિવર્સિટી દ્વારા ફોરેન, ઇઝરાઇલ, કોરીયા, કેનેડા અને ફ્રાન્સ જેવા દેશોની સંસ્થાઓ સાથે MOU કરી સેતુ બનાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની આ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને આગળ વધેલા અનેક વિદ્યાર્થીઓ સારી પોસ્ટ પર છે. બાંગ્લાદેશ સરકારના આયુર્વેદ વિભાગના હેડ પણ આ સંસ્થાના વિદ્યાર્થી હતા. ઉપરાંત આ સંસ્થાનો એક વિદ્યાર્થી ઈટાલીમાં આયુર્વેદ ઈન્સ્ટિટ્યુટ (Ayurveda Institute in Italy) ચલાવે છે.

આ પણ વાંચો: કોરોના સામેની લડતમાં યોગ અને આયુર્વેદ ફાયદાકારક નીવડી રહ્યા છે, જુઓ વિશેષ અહેવાલ...

15 દેશના 35 વિદ્યાર્થીઓ આયુર્વેદના પાઠ ભણી રહ્યા છે- જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ની આયુર્વેદ શિક્ષણ માટે નોડલ એજન્સી તરીકે કામ કરે છે. તેથી અહી આયુર્વેદનું શિક્ષણ લેવા આવનારા વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આયુર્વેદ સ્ટડીઝ ’ (International Center for Ayurveda Studies) નામનું એક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. હાલ યુએસએ, ફ્રાન્સ, બ્રાઝીલ, કોરીયા, શ્રીલંકા, જર્મની અને નેપાળ સહીત 15 દેશોના 35 વિદ્યાર્થી અહીં આયુર્વેદના પાઠ ભણી રહ્યાં છે.

ફ્રાન્સની વિદ્યાર્થિનીએ શું કહ્યું?- ફ્રાન્સથી જામનગરની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલી એક વિદ્યાર્થિની જણાવે છે કે, આયુર્વેદના અભ્યાસમાં જિજ્ઞાસા જાગતા બીએએમએસની ડીગ્રી માટે શિક્ષણ મેળવી રહી છે. તેઓ કહે છે કે, આયુર્વેદ એ સૌથી ઉત્તમ ઉપચાર છે અને તે હવે માત્ર મને જ નહીં, સમગ્ર વિશ્વને સમજાવા લાગ્યુ છે. આ ઉપરાંત વિદેશથી આવતા ઘણા વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પોતાના દેશમાં પણ આયુર્વેદનો પ્રચાર કરવાની નેમ લઈ જાય છે. આમ, ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ હવે ગર્વ લેવા જેવું છે કે તેમના રાજ્યમાં પણ વિદેશથી આયુર્વેદના પાઠ શીખવા ગુજરાતમાં લાઈનો લગાવવી પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.