ગુજરાત

gujarat

મુન્દ્રાના અદાણી પોર્ટ પર 15 નવેમ્બરથી આ 3 દેશોથી આવનારા કાર્ગોનું નહીં થાય સંચાલન, જાણો ક્યાં છે આ 3 દેશો

By

Published : Oct 11, 2021, 7:06 PM IST

કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર અંદાજિત 3000 કિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું જેની અંદાજિત 21,000 કરોડની માનવામાં આવી રહી છે. DRI દ્વારા ઝડપી પાડવામાં આવેલ આ હેરોઈન પ્રકરણમાં જુદી જુદી તપાસ એજન્સીઓ પણ જોડાઈ હતી. તો આ પ્રકરણમાં તપાસ માટે ED, NIA પણ જોડાઈ હતી. આ પ્રકરણમાં અદાણી પોર્ટ (Adani Port)સામે પણ અનેક સવાલો ઉભા થયા હતાં, ત્યારે હવે અદાણી પોર્ટ દ્વારા ટ્રેડ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.

મુન્દ્રાના અદાણી પોર્ટ પર 15 નવેમ્બરથી આ 3 દેશોથી આવનારા કાર્ગોનું નહીં થાય સંચાલન, જાણો ક્યાં છે આ 3 દેશો
મુન્દ્રાના અદાણી પોર્ટ પર 15 નવેમ્બરથી આ 3 દેશોથી આવનારા કાર્ગોનું નહીં થાય સંચાલન, જાણો ક્યાં છે આ 3 દેશો

  • મુન્દ્રાના અદાણી પોર્ટ(Adani Port)ની ટ્રેડ એડવાઈઝરી
  • 15 નવેમ્બરથી 3 દેશોના કાર્ગોનું સંચાલન કરવામાં નહીં આવે
  • મુન્દ્રા પોર્ટ પરથી વિશાળ જથ્થામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

કચ્છઃ મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ (Adani Port) પર અફઘાનિસ્તાનથી આવેલ 2 કન્ટેનરમાંથી અંદાજિત 3000 કિલો હેરોઈન ટેલ્ક પાઉડરની આડમાં લઈ આવવામાં આવ્યું હતું.જે ઇનપુટના આધારે DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ હેરોઈન ની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21,000 જેટલી આંકવામાં આવી છે.ત્યારે અદાણી પોર્ટ પર પણ આ પ્રકરણમાં અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે અદાણી દ્વારા એક ટ્રેડ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં અદાણી પોર્ટ પર થી હવે 3 દેશોમાંથી આવતા કાર્ગોનું સંચાલન નહીં કરવામાં આવે.

આ ત્રણ દેશોમાંથી આવનારા કાર્ગોનું સંચાલન કરવામાં નહીં આવે

અદાણી પોર્ટ પર 15મી નવેમ્બરથી ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી થતાં EXIM કન્ટેનર કાર્ગોની જવાબદારી નહીં લેવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત કોઈપણ અન્ય સૂચના સુધી આ ટ્રેડ એડવાઈઝરી અનુસાર APSEZ ( Adani Port Special Economic Zone) દ્વારા સંચાલિત તમામ ટર્મિનલ પર તથા થર્ડ પાર્ટી ટર્મિનલ પર આ ત્રણ દેશોમાંથી આવનારા કાર્ગોનું સંચાલન કરવામાં નહીં આવે.

મુન્દ્રા પોર્ટ પરથી વિશાળ જથ્થામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

નોંધનીય છે કે, થોડા સમય પહેલા મુન્દ્રા પોર્ટ પરથી વિશાળ જથ્થામાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ,જે અફઘાનિસ્તાનથી સપ્લાય કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ કડક ટ્રેડ એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃમુન્દ્રામાં 12 કન્ટેનરમાં બેઝ ઓઇલની જગ્યાએ, લાઈટ ડીઝલ ઓઇલ નીકળતાં કાર્યવાહી હાથ ધરાઇ

આ પણ વાંચોઃભુજમાં આવેલા 473 વર્ષ જૂના મા આશાપુરાના મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનેરી શ્રદ્ધા

ABOUT THE AUTHOR

...view details