મુન્દ્રામાં 12 કન્ટેનરમાં બેઝ ઓઇલની જગ્યાએ, લાઈટ ડીઝલ ઓઇલ નીકળતાં કાર્યવાહી હાથ ધરાઇ

author img

By

Published : Oct 8, 2021, 11:52 AM IST

મુન્દ્રામાં 12 કન્ટેનરમાં બેઝ ઓઇલની જગ્યાએ, લાઈટ ડીઝલ ઓઇલ નીકળતાં કાર્યવાહી હાથ ધરાઇ

કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર બનેલ હેરોઈન પ્રકરણ બાદ કચ્છના અન્ય પોર્ટ પર પણ સતર્કતા જોવા મળી રહી છે. જેમાં બે દિવસ અગાઉ મુન્દ્રા પોર્ટ પર મિસ ડિકલેરેશન થકી ગેરરીતિ સંભાવનાના આધારે અન્ય કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. આ કન્ટેનરોમાં બેઝ ઓઇલ ડિક્લેરેશન કરીને ઈમ્પોર્ટ કરવામાં આવેલા 12 કન્ટેનરમાં લાઈટ ડીઝલ હોવાનું બહાર આવ્યું છે.

  • મુન્દ્રા પોર્ટ પર મિસ ડિકલેરેશનની આડમાં 12 કન્ટેનરને રોકવામાં આવ્યા હતા
  • બેઝ ઓઇલ દર્શાવીને લાઈટ ડીઝલ ઓઇલ આયાત કરાયાનું તપાસમાં બહાર આવ્યું
  • દિલ્હીની લેબોરેટરી રિપોર્ટમાં ખુલાસો થયો
  • આ કાર્ગોની કિંમત કરોડોમાં હોવાનું મનાઇ રહ્યું છે

કચ્છ : મુન્દ્રા તેમજ કંડલા પોર્ટ પર બનેલ હેરોઈન પ્રકરણ બાદ સતત કસ્ટમ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. ત્યારે મુન્દ્રા પોર્ટ પર શંકાના આધારે DRI અને કસ્ટમ દ્વારા 12 જેટલા કન્ટેનરને રોકવામાં આવ્યા હતા. આ કન્ટેનરમાં બેઝ ઓઇલ હોવાનું ડિકલેર કરવામાં આવ્યું હતું. આ ઓઇલના સેમ્પલ લઈને કંડલા ખાતેની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં લાઈટ ડીઝલ ઓઈલ હોવાનું બહાર આવ્યું હતું.

દિલ્હીની લેબોરેટરીમાં ખુલાસો થયો

તપાસ એજન્સીઓ દ્વારા અન્ય લેબોરેટરીમાં પણ સેમ્પલ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને દિલ્હી સ્થિત સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબોરેટરીમાં આ બેઝ ઓઇલના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેની તપાસમાં આ 12 કન્ટેનરમાં બેઝ ઓઇલ નહીં પરંતુ લાઈટ ડીઝલ ઓઇલ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે આ તપાસ એજન્સીઓ દ્વારા આ કન્ટેનરને સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાઈટ ડીઝલ ઓઇલ મર્યાદિત કંપનીઓ જ આયાત કરી શકે છે

કાર્ગોની કિંમત કરોડોમાં હોવાનું મનાઇ રહ્યું છે. પરંતુ અગાઉ પણ કંડલા લેબોરેટરીના ખોટા રીપોર્ટ અનુસાર કેટલા કન્ટેનર નીકળી ગયા હશે, તેવા પ્રશ્નો પણ ઊભા થયા છે. આ લાઈટ ડીઝલ ઓઇલ એ માત્ર સરકારની પોલીસી અનુસાર મર્યાદિત કંપનીઓ જ આયાત કરી શકે છે.

અવારનવાર કૌભાંડો બહાર આવે છે

કચ્છ જિલ્લાના બંદરો પરથી મિસ ડિકલેરેશન થકી અવારનવાર કૌભાંડ કરવામાં આવી રહ્યા છે, તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે કંડલા અને મુન્દ્રા પોર્ટના કસ્ટમ હાઉસ અને લેબોરેટરીની કાર્યવાહી ઉપર પણ ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે, ત્યારે જાણવાનું એ રહ્યું કે આ કિસ્સાઓમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ઓક્ટોબરના 8 દિવસમાં 5 વખત Petrol-Dieselની કિંમત વધી, અમદાવાદમાં પેટ્રોલ 100ને પાર

આ પણ વાંચો : જૂનાગઢમાં ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરના ભાગને નુકસાન થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.