ગુજરાત

gujarat

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા

By

Published : May 11, 2021, 6:31 AM IST

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધતું જઈ રહ્યું છે. પ્રતિદિન મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. સોમવારે જિલ્લામાં કોરોનાના નવા કુલ 159 કેસ નોંધાયા છે.

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા
ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા

  • પ્રતિદિન મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે
  • વધુ 159 નવા કેસો નોંધાયા
  • હાલ જિલ્લામાં કુલ 1,177 દર્દીઓ દાખલ

ખેડાઃ જિલ્લામાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોમવારે જિલ્લાના નડિયાદમાં 83, વસોમાં 20, મહેમદાવાદમાં 14, મહુધામાં 12, કઠલાલમાં 9, ઠાસરામાં 7, ખેડામાં 7, કપડવંજમાં 6 અને માતરમાં 1 મળી કુલ 159 નવા કેસો નોંધાયા છે.

આ પણ વાંચોઃ ખેડામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, નવા 166 કેસ નોંધાયા

જિલ્લામાં કુલ 1,177 દર્દીઓ દાખલ

જિલ્લામાં અત્યાર સુધી કુલ 7,980 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 6,771 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે, જ્યારે હાલ કુલ 1,177 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે.

સારવાર સુવિધામાં વધારો

જિલ્લામાં દિવસેને દિવસે દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ સારવાર સુવિધાઓ વધારવામાં આવી છે. તેમજ હજુ સુવિધાઓ વધારવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details