ગુજરાત

gujarat

ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહપ્રધાને બેઠક યોજી

By

Published : May 8, 2021, 8:47 AM IST

ખેડા જીલ્લામાં નડીયાદ ખાતે શુક્રવારે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જીલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્‍યો હતો. ગ્રામ્ય કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ ઓકિસજન, રેમડેસીવીર ઇન્જેકશન, એમ્બ્યુલન્સ, સાફ સફાઇ, સિવિલ તથા સી.એચ.સી., પી.એચ.સી.ના સ્ટાફ, દવાઓ તથા બેડની સગવડ, કોવિડ- 19ના નિયમોનું પાલન અંગે ચર્ચા કરવામાં આવી હતી

corona
ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહ પ્રધાને બેઠક યોજી

  • જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજી
  • રાજ્યમાં કોરોનાને લઈને સુવિધામાં વધારો કરવામાં આવ્યો- જાડેજા
  • ખેડા જિલ્લાની સિવિલ હોસ્પિટલ તથા વિવિધ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી ​

ખેડા: કોરોના મહામારીમાં રાજયના નાગરિકોને સહાયરૂપ થવા રાજય સરકાર અનેક પ્રયત્‍નો કરી રહી છે. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ શુક્રવારે ખેડા જિલ્‍લાના વડા મથક નડિયાદ ખાતે જિલ્‍લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇ, ધારાસભ્‍ય અર્જૂનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, જિલ્‍લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ સહિત જિલ્‍લાના ઉચ્‍ચ પદાધિકારીઓ પાસેથી કોવિડ-19ની ખેડા જિલ્‍લાની માહિતી મેળવી નાગરિકોને મદદરૂપ થવા અંગે ચર્ચા વિચારણા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પુરું પાડયું હતું.

ખેડામાં કોરોનાની પરિસ્થિતિને લઈ ગૃહ પ્રધાને બેઠક યોજી

અધિકારીઓ સાથે કરી બેઠક

ગૃહપ્રધાને ત્યારબાદ જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત જિલ્‍લાના આરોગ્‍ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-19 અંગે વિચારણા કરી હતી તેમજ નાગરિકોને આ મહામારીમાં જરૂરી તમામ સાધન સહાયની મદદ કરવા તથા આ મહામારી સામે રક્ષણ માટે કોવિડ-19ના રાજય અને કેન્‍દ્ર સરકારના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરાવવા જણાવ્‍યું હતું. પ્રદિપસિંહ જાડેજાએ નડિયાદ સિવિલ હોસ્પિટલ, વડતાલ/નરસંડા પીએચસી/મહેમદાવાદ સીએચસી કોવિડ કેર સેન્‍ટરની મુલાકાત લીધી હતી. અહીંયા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જિલ્લામાં કોવિડની પરિસ્થિતિનુ પ્રેઝન્ટેશન કર્યુ હતું.

આ પણ વાંચો : મેડિકલ કોલેજના અધ્યાપકોની 15 માંગણીઓ અંગે સરકાર બીજી બેઠકમાં નિર્ણય લેશે

સુવિધામા કરવામાં આવ્યો વધારો

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓને સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. ગત તા.15મી માર્ચના રોજ રાજયમાં 31,000 જેટલા બેડની ઉપલબ્ધતા હતી તે વધારીને આજે એક લાખથી વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેયું હતું કે, આજે 1150 મેટ્રીક ટન જેટલો ઓકિસજન રાજયની જનતા માટે ઉપલબ્ધ છે અને અંદાજે સાત લાખથી વધુ લોકોને રેમડેસિવિર ઇન્જેકશન વિના મૂલ્યે આપી દર્દીઓને સારવાર કરવામાં સફળ રહયા છીએ.


જીલ્લામાં 520 ગામોમાં 2539 બેડની વ્યવસ્થા ઉભી કરાઈ


ગુજરાત સ્થાપના દિવસ 1લી મે થી શરૂ થયેલા ‘મારૂં ગામ – કોરોના મુકત ગામ’ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં 520 ગામોમાં 2539 બેડની ક્ષમતા સાથે કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. રાજયમાં 13061 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1 લાખ 20 હજાર બેડની ક્ષમતા કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે.
કોરોનાની આ બીજી લહેરમાં કેટલીક નવી મુશ્કેલીઓ પણ ઉભી થઇ છે. છેલ્લા કેટલાક સમયમાં દર્દીઓમાં ઓકિસજનનું પ્રમાણ ઘટવાના બનાવો પણ ધ્યાનમાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજયમાં 36 પી.એસ.એ. પ્લાન્ટ શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details