ગુજરાત

gujarat

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે,  નાયબ મુખ્ય પ્રધાનનું નિવેદન

By

Published : Dec 24, 2019, 1:26 AM IST

ખેડાઃ નડિયાદ ખાતે વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નીતિન પટેલ દ્વારા તાજેતરમાં ઉત્તર ગુજરાતમાં થયેલા તીડના આક્રમણ સંદર્ભે જણાવ્યું હતું કે, તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતીને બચાવી લેવામાં આવશે. તેમજ આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ માટેની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.

kheda
તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે,

તીડના આક્રમણ સંદર્ભે નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જેમ તીડના આક્રમણ સમયે જે કામગીરી કરી તીડનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ આ વખતે પણ તેનો નાશ કરી ખેતીવાડીને બચાવી લેવાશે. તેમ જણાવ્યું હતું, સાથે જ આણંદ ખાતે વર્ષો જૂની સિવિલ હોસ્પિટલની માંગણી અંગે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ માટે આણંદમાં 3 સ્થળોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રક્રિયા ચાલી રહી છે.

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે

જે બાદ સિવિલ હોસ્પિટલ બનશે. આણંદ ખાતે નગરપાલિકા સંચાલિત જૂની હોસ્પિટલમાં હાલ સિવિલ હોસ્પિટલની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.

તીડનું આક્રમણ નિષ્ફળ બનાવી ખેતી બચાવાશે

ABOUT THE AUTHOR

...view details