ગુજરાત

gujarat

સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ

By

Published : Sep 30, 2021, 7:23 AM IST

સંભવિત શાહિન વાવઝોડુ ગુજરાતના દરીયાકાંઠે અથડાઈ શકે છે જેથી સાવચેતીના ભાગ રૂપે જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરીયાખેડુઓને દરીયા ન ખેડવા આદેશ આપવામાં આવ્યા છે. જે માછીમારો મધદરીયે તેમને પણ વહેલી તકે કિનારે પહોંચવા સૂચના આપવામાં આવી છે.

સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ
સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ

  • સંભવિત વાવાઝોડાને પગલે માંગરોળ બંદર પર લગાવવામાં આવ્યું ત્રણ નંબરનું સિગ્નલ
  • મધદરિયે માછીમારી કરી રહેલી તમામ બોટો ને માંગરોળ બંદર પર પરત ફરવા આપવામાં આવ્યો આદેશ
  • આજે મોટાભાગની બોટ માંગરોળ બંદર પર પરત ફરે તેવી શક્યતા


જૂનાગઢ: અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા શાહિન વાવાઝોડાને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ સાવચેતીના ભાગરૂપે લગાવી દેવામાં આવ્યું છે અને આગામી 48 કલાક સુધી કોઈપણ વ્યક્તિએ દરિયો નહીં ખેડવાની સલાહ બંદર વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે મધ દરિયામાં માછીમારી કરી રહેલી તમામ બોટો ના ટંડેલ અને તેના ખલાસીઓને વાયરલેસ મારફત મેસેજ મોકલી આપવામાં આવ્યો છે અને સંભવત આજ સવાર સુધીમાં મોટાભાગની બોટો મધદરીએ માછીમારી કરી રહી છે તે માંગરોળ બંદર પર પરત ફરી શકે છે.

આ પણ વાંચો :રાજ્યમાં ભારે વરસાદ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી

આગામી 48 કલાક ભારે

અરબી સમુદ્રમાં વાવાઝોડુ આ કાર લઈને આગળ ધપી રહ્યું છે તેને લઈને હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન અતિભારે વરસાદને દરિયામાં અપ્રાકૃતિક પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે, જેને કારણે દરિયામાં માછીમારી કરી રહેલી તમામ બોટો ને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય તેમજ બોટમાં રહેલા તમામ ખલાસી અને માછીમારો કુશળ પરત ફરે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને તમામ બોટો ને તાકીદે માંગરોળ બંદર પર પરત ફરવાનો વાયરલેસ મેસેજ મોકલી આપવામાં આવ્યો છે. ગુરુવારે જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં પણ ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી હતી વરસાદ ના પૂર જોવા માટે આસપાસના ગામલોકો પણ ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો :CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક, ટૂંક સમયમાં જાહેર કરાશે અતિવૃષ્ટિ રાહત પેકેજ

ABOUT THE AUTHOR

...view details