ગુજરાત

gujarat

જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ

By

Published : Dec 15, 2022, 5:26 PM IST

જામનગરમાં મોટાપાયે વીજ ચોરી (Electricity theft in Jamnagar ) સામે આવે તેવી શક્યતા છે. બે દિવસથી જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પીજીવીસીએલની 35 ટીમ દ્વારા વીજ ચેકીંગ ( PGVCL checking in Khambhaliya ) કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ (Electricity theft caught in 47 connections )છે.
જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ
જામનગર PGVCLનું ખંભાળિયામાં વીજ ચેકિંગ, 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ

જામનગર ગઇકાલે જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં વીજ ચેકીંગ કરાયા બાદ હવે ખંભાળીયા તરફ ચેકીંગ ( PGVCL checking in Khambhaliya ) ટુકડી ગઇ છે. જામનગરમાં વીજ ચોરી (Electricity theft in Jamnagar ) પકડવા આજ સવારથી ખંભાળીયા શહેર, ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તાર, વડત્રા અને જામનગર સર્કલના કેટલાક વિસ્તારોમાં 35 ટીમો દ્વારા સવારના 7 વાગ્યાથી વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

13.45 લાખનો કુલ દંડ ફટકારવામાં આવ્યો

આ પણ વાંચો જામનગરમાં PGVCL દ્વારા સતત બીજા દિવસે રેડ કરાઈ

જામનગરમાં મોટાપાયે વીજ ચોરીની શકયતા જાણવા મળતી માહિતી મુજબ આજે સવારથી પીજીવીસીએલની 35 ટીમો,18 એસઆરપી,12 લોકલ પોલીસ, 4 એકસ આર્મી મેન સહિતના બંદોબસ્ત સાથે ખંભાળીયા શહેરના કેટલાક વિસ્તારો તેમજ વડત્રા અને જામનગર શહેરના વિસ્તારોમાં કડક ચેકીંગ ( PGVCL checking in Khambhaliya ) કરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં મોટાપાયે વીજ ચોરી પકડાય તેવી શકયતા છે.

આ પણ વાંચો પંચમહાલમાં MGVCLની રેડના પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ

47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ ગઇકાલે સાધનાકોલોની, બાવાવાડ, ખફી હોટલ, ગોકુલનગર, રડાર રોડ, મયુરનગર, નગરસીમ વિસ્તાર, સિટી-2 સહિતના વિસ્તારોમાં ગઇકાલે 20 ટીમોએ સાંજ સુધીમાં 242 વીજ કનેકશનો ચેક કર્યા હતાં. જેમાંથી 47 કનેકશનોમાં વીજ ચોરી પકડાઇ (Electricity theft caught in 47 connections ) હતી અને 13.45 લાખનો કુલ દંડ ફટકારવામાં આવ્યો છે, આમ પીજીવીસીએલ દ્વારા બીજા દિવસે પણ ચેકીંગની કાર્યવાહી ચાલું રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details