આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો, બંને ટીમોને સપોર્ટ કરવા દૂર દૂરથી આવ્યા ચાહકો - IPL 2024

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 6:56 PM IST

thumbnail
RCB અને RRને સપોર્ટ કરવા દૂર દૂરથી આવ્યા ચાહકો (ETV Bharat Gujrat)

અમદાવાદ: IPL 2024 પ્લેઓફની બીજી મેચ એટલે કે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એલિમિનેટર આજે 22 મે (બુધવાર)ના રોજ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોવા મળશે. આ મેચમાં રાજસ્થાનની કપ્તાની સંજુ સેમસન કરશે અને RCBની કપ્તાની ફાફ ડુ પ્લેસિસ કરશે.

RCB અને RRને સપોર્ટ કરવા દૂર દૂરથી આવ્યા ચાહકો: આજની મેચ જોવા માટે અને RCB ટીમ અને ખાસ કરીને વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે બિહાર, રાજસ્થાન હૈદરાબાદથી તેમના સમર્થકો આવ્યા હતા. ચાહકોનું કહેવું છે કે, તેઓ વિરાટના ફેન છે અને વિરાટ આ વખતે શાનદાર ફોર્મમાં છે તો આરસીબીની ટીમ જીતે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.