ETV Bharat / state

ATSને આતંકીઓના મોબાઈલમાંથી મળ્યો તમિળમાં શપથ લેતો વીડિયો - ISIS logo in Terrorists mobile

author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 7:19 PM IST

Updated : May 22, 2024, 7:36 PM IST

અમદાવાદના એરપોર્ટ ખાતે ગત તારીખ 19 મે 2024, ના રોજ ATS દ્વારા ચાર શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરાઇ હતી. જેમાં આ લોકો isis ના સભ્યો છે એવી જાણકારી મળી છે ઉપરાંત તેમના સમાનમાંથી મળી આવેલા મોબાઈલમાંથી વિડીયો મળી આવ્યા છે જેમાં isisનો ઝંડો દેખાઈ રહ્યો છે. શું છે સંપૂર્ણ મામલો વધુ માહિતી માટે વાંચો આ અહેલાલ. ISIS logo found in Terrorists mobile video

ચારમાંથી એક આતંકવાદી 40 વાર ભારત આવી ચૂક્યો છે.
ચારમાંથી એક આતંકવાદી 40 વાર ભારત આવી ચૂક્યો છે. (etv bharat gujarat)

ATSને આતંકીઓના મોબાઈલમાંથી મળ્યો તમિળમાં શપથ લેતો વીડિયો (etv bharat gujarat)

અમદાવાદ: ગુજરાત ATSએ 19 મે, 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ ચારેય આતંકીને 20મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ પર મંજૂર કર્યા હતા. ATSને આ આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાંથી તમિલ ભાષામાં બનેલો એક વીડિયો મળી આવ્યો છે. આ વીડિયોમાં ચારેય આતંકી મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ સાથે ઉભા છે. તેમજ પાકિસ્તાન બેઠેલો તેનો આકા અને ISISનો હેન્ડલર એટલે કે, અબુ આ વ્યક્તિઓનો બ્રેઇન વોશ કરતો જોવા મળી રહ્યો છે.

મોબાઈલ વિડીયોમાં ISISનો ઝંડો: આરોપીઓના સમાનમાંથી તેમનો મોબાઈલ પણ મળી આવ્યોછે જેમાં વિવિધ વિડિયો પણ છે આ વિડીઓમાં ISISનો ઝંડો લાગેલો જોવા મળી રહ્યો છે. તેમજ મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ શપથ લઈ કહી રહ્યા છે કે, "અબુ તેમનો આકા છે અને તેઓ તેને સમર્પિત છે." ક જોતાં ખ્યાલ આવે છે કે આ ચારે અપ્રાધિઓનું કેટલી હદે બ્રેઇન વોશ કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ મામલાની ગંભીર તપાસ કરવામાં આવી રહી છે.

ચાર મહિના પહેલાં ટ્રેનિંગ આપી હતી: મળતી માહિતી મુજબ એવું જાણવામાં આવ્યું છે કે, આ અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા આ ચારેય આતંકીની એકબીજા સાથે મુલાકાત અબુએ જ કરાવી હતી. SISનો હેન્ડલર, અબુએ ચારેય આરોપીઓનું બ્રેઇન વોશ કરી તેમણે પોતાની વાતોમાં વાળી લીધા હતા, આતંકવાદી કર્યો કરવા માટે ઉશ્કેરણી કરી હતી. ઉપરાંત આ ચારે અપરાધીઓને ચાર મહિના પહેલા અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ પણ આપી હતી. તેમની ટ્રેનિંગના અંતિમ તબક્કામાં અમદાવાદ મોકલવામાં આવ્યા હતા અને ટાસ્ક પૂરો કરવાનું કહેવામાં આવ્યું હતું.

નાના ચિલોડા પાસે હથિયાર મુકાયા હતા: માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ લોકો હમાસ અને પેલેસ્ટાઈનના જંગ બાદ વધુ સક્રિય થયાં હતાં. તેમને કહેવામાં આવ્યું હતું કે, ભારત અને અમેરિકા ઇઝરાયેલની મદદ કરી રહ્યું છે. આ ચારેય આતંકીઓ અમદાવાદ આવ્યા તેના ચારેક દિવસ પહેલાં તેમના માટે નાના ચિલોડા પાસે હથિયાર મુકવામાં આવ્યા હતાં. તેથી આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

આતંકીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી: મોહમદ નુસરથ નામનો આરોપી પાકિસ્તાનના વેલીડ વિઝા ધરાવે છે. આ તમામ આરોપી શ્રીલંકન રેડિકલ મિલિટન્ટ આઉટફિટ નેશનલ તૈહીથ જમાતના સભ્યો હતા. જેના પર શ્રીલંકન સરકારે 2019માં પ્રતિબંધ મુક્યો હતો. જેથી આ આરોપી ઈસ્લામિક સભ્યો બન્યા હતાં. આ તમામ લોકોએ ઈસ્લામિક સભ્યો બનવા માટે શપથ પણ લીધી હતી. પાકિસ્તાનના હેડલરે આ તમામ આરોપીને 4 લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા.

40 વાર ભારત આવી ચૂક્યો છે: ચારે આતંકવાદીઓના ઈતિહાસ બાબત જાણકારી કાઢતા જણાઈ આવ્યું છે કે આ ચારે જણા ક્રિમિનલ ઈતિહાસ ધરાવે છે. ગોલ્ડ સ્મગલિંગ, મારામારી, ડ્રગ્સ, ઘરફોડ, ચોરી, જેવા અપરાધોમાં તેઓ સામેલ છે. આમાંથી અમુક તો ધણી વાર ભારત આવી ચૂક્યા છે ઉપરાંત ચારમાંથી એક અટકવાદી 40 વાર ભારત આવી ચૂક્યો છે. ભારતમાં વારંવાર મુસાફરી કરતાં હોવા છતાં તેમની અબુ હેન્ડલરની મુલાકાત બાદ ભારતની આ પહેલી મુલાકાત હતી.

  1. અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી ઝડપાવા મામલે કોંગ્રેસે કાઢી સીએમ અને ગૃહ ખાતાની બરાબરની ઝાટકણી - 4 ISIS terrorists arrested
  2. મોરબીની સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂડિયાની ધમાલ, સીસીટીવી આવ્યાં સામે - Morbi Crime
Last Updated : May 22, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.