ETV Bharat / state

બગાસું ખાતા પતાસું મળ્યું, દારૂ પકડવા ગયેલી પોલીસે પકડી વીજ ચોરી

author img

By

Published : Apr 8, 2019, 11:11 PM IST

અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં ફરી એકવાર પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસે દેશી દારૂ ઝડપી પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કેસ નોંધ્યા છે.
સ્પોટ ફોટો

શહેરના સરદારનગર વિસ્તારના છારાનગરમાં ઝોન-4માં ડીસીપી નીરજકુમાર બડગુજરે તેમની ટીમે સાથે મળીને પ્રોહીબિશન ડ્રાઇવ યોજી હતી. જે દરમિયાન હજારો લીટર દેશી દારૂ અને દેશી દારૂનો વોશ ઝડપી પાડ્યો હતો તથા જેના ઘરમાંથી દારૂ ઝડપાયો તેની સામે કાર્યવાહી કરી હતી.

સરદારનગર વિસ્તારમાં ફરી એક વાર પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી

ઉલ્લેખનીય છે, કે સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ડ્રાઇવ યોજવામાં આવે છે. છતાં પણ બૂટલેગરો જાણે બેફામ બન્યા હોય તેમ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. બૂટલેગર સામે અગાઉની ડ્રાઇવ દરમિયાન કેસ કરવામાં આવ્યો હતો તે બુટલેગર આજે ફરી વાર દેશી દારૂ સાથે ઝડપાયો હતો. એક વાર દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને જલ્દીથી જામીન મળી જતા હોવાથી કાયદાનો શરેઆમ ભંગ કરીને બૂટલેગરો દારૂનો વ્યવસાય ચાલુ જ રાખે છે.

પોલીસ દ્વારા જેટલી વાર સરદારનગર વિસ્તારમાં રેડ કરવામાં આવે છે. ત્યારે દેશી દારૂ તો મળી આવે છે. સરદારનગરમાં પ્રોહિબિશનની રેડ કરવા પોલીસ પહોંચી ત્યારે વીજ ચોરી થતી હોવાનું માહિતી પણ પોલીસને મળી હતી તેથી ટોરેન્ટ પાવરની વિજિલન્સની ટીમે પણ દરોડા પાડ્યા હતા અને અનેક ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડયા હતા અને દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

R_GJ_AHD_11_08_APR_2019_PROHIBTION_DRIVE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

સરદારનગરમાં યોજાઈ મેગા પ્રોહિબિશન ડ્રાઇવ,વીજ ચોરી પણ આવી સામે...

સરદારનગર વિસ્તારમાં ફરી એક વાર પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં પોલીસે દેશી દારૂ ઝડપી પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કેસ કર્યા હતા.

શહેરના સરદારનગર વિસ્તારના છારાનગરમાં zon-4 ડીસીપી નીરજકુમાર બડ ગુર્જર તેમની ટીમે સાથે મળીને પ્રોહીબિસન ડ્રાઇવ યોજી હતી.જે દરમિયાન હજારો લાઈટ દેશી દારૂ અને દેશી દારૂનો વોશ ઝડપી પાડયો હતો તથા જેના ઘરમાંથી દારૂ ઝડપાય તેની સામે કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે સરદારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત ડ્રાઇવ યોજવામાં આવે છે છતાં પણ બૂટલેગરો જાણે બેફામ બન્યા હોય તેમ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે. બુટલેગર સામે અગાઉની ડ્રાઇવ દરમિયાન કેસ કરવામાં આવ્યો હતો તે બુટલેગર આજે ફરી વાર દેશી દારૂ સાથે ઝડપાયો હતો.એક વાર દારૂના કેસમાં ઝડપાયેલ આરોપીને જલ્દીથી જમીન મળી જતા હોવાથી કાયદાનો શરેઆમ ભંગ કરીને બૂટલેગરો દારૂનો વ્યવસાય ચાલુ જ રાખે છે.પોલીસ દ્વારા જેટલી વાર સરદારનગર વિસ્તારમાં રેડ કરવામાં આવે છે ત્યારે દેશી દારૂ તો મળી આવે છે.

સરદારનગરમાં પ્રોહિબિસનની રેડ કરવા પોલીસ પહોંચી ત્યારે વીજ ચોરી થતી હોવાનું માહિતી પણ પોલીસને મળી હતી તેથી ટોરેન્ટ પાવરની વિજિલન્સની ટીમે ઓન દરોડા પાડયા હતા અને અનેક ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડયા હતા અને દંડનીય કાર્યવાહી પણ કરી હતી.

બાઈટ - નીરજકુમર બડ ગુર્જર ( ડીસીપી - ઝોન -4)




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.