ગુજરાત

gujarat

જામનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની બિન હરીફ વરણી

By

Published : Sep 10, 2019, 6:51 AM IST

જામનગરઃ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનના અઢી વર્ષના સમયગાળાનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. જેથી સોમવારે શિક્ષણ સમિતિના હોલમાં નવા સમયગાળા માટે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે આકાશ બારડ અને વાઈસ ચેરમેન પદે પ્રવીણ ટંકારીયાની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.

jamnagar municipality

આ સમયે ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ, મનપાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ફૂલોના હાર અને મીઠું મોં કરાવી શુભકામનાઓ પાઠવી હતી.

જામનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણમાં ચેરમેન અને વાઈસસ ચેરમેનની બિન હરીફ વરણી

ખાસ કરીને શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળાના 10 હજાર બાળકો માટે આગામી સમયમાં શિક્ષણ સ્તર સારુ બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસો વધુ સફળ બનાવવા અને શિક્ષણ અંગેના વિકાસના કાર્યોની નેમ સાથે આ બંનેએ પદભાર સંભાળ્યું હતું. સાથે જ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Intro:

Gj_jmr_03_chutani_av_7202728_mansukh

જામનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી


જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષના સમયગાળાનો કાર્યકાળ પૂર્ણ થતાની સાથે આજે શિક્ષણ સમિતિના હોલમાં નવા અઢી વર્ષના સમયગાળા માટે ચેરમેન-વાઇસ ચેરમેન પદ ની ચૂંટણી યોજવામાં આવી હતી...જેમાં ચેરમેન પદે આકાશ બારડ અને વાઇસ ચેરમેનપદે પ્રવીણ ટંકારીયાની બિનહરિફ વરણી કરવામાં આવી....

આ સમયે રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ મનપાના પદાધિકારીઓ અને ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તેમજ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલોના હાર અને મીઠુ મો કરી શુભકામનાઓ પાઠવામાં આવી..જયારે ખાસ કરીને શિક્ષણ સમિતિ હેઠળ આવતી શાળાના દસ હજાર બાળકો માટે આગામી સમયમાં શિક્ષણ સ્તર સારુ બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસો વધુ સફળ બનાવવા અને શિક્ષણ અંગેના વિકાસના કાર્યોની નેમ સાથે પદભાર સંભાળ્યું હોવાનું શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું તેમજ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ બંને નવનિયુકત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી...Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

ABOUT THE AUTHOR

...view details