ગુજરાત

gujarat

Gir Somnath Crime : સોમનાથ પોલીસે ધામળેજ દરિયાકાંઠેથી પાંચ કિલો ચરસ ઝડપી પાડ્યું

By

Published : Aug 16, 2023, 3:48 PM IST

Updated : Aug 16, 2023, 4:50 PM IST

ગીર સોમનાથ પોલીસે ધામળેજ બંદર પાસેથી પાંચ કિલો નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડ્યો છે. પકડાયેલું શંકાસ્પદ ચરસ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે પોલીસે મોકલી આપ્યું છે અને હજુ વધુ ચરસ સંતાડવામાં આવ્યું હોવાની આશંકાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

Gir Somnath Crime : સોમનાથ પોલીસે ધામળેજ દરિયાકાંઠેથી પાંચ કિલો ચરસ ઝડપી પાડ્યું
Gir Somnath Crime : સોમનાથ પોલીસે ધામળેજ દરિયાકાંઠેથી પાંચ કિલો ચરસ ઝડપી પાડ્યું

ગીર સોમનાથ : સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જાણે કે નશીલા પદાર્થોની હેરાફેરી અને દાણીચોરી માટે કુખ્યાત બની રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે ગીર સોમનાથ પોલીસે સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર પરથી બિનવારસુ હાલતમાં પાંચ કિલો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલું શંકાસ્પદ ચરસ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે પોલીસે મોકલી આપ્યું છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિગતો આપી :લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વી. કે. ઝાલાએ સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર પરથી શંકાસ્પદ ચરસના પાંચ પેકેટ મળી આવ્યા છે. જેનું વજન અંદાજિત પાંચ કિલોની આસપાસ થવા જાય છે. પકડાયેલું શંકાસ્પદ નશીલો પદાર્થ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ પોલીસ સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં નશીલા પદાર્થને લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આગામી દિવસોમાં ઓપરેશન પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાને લઈને કોઈ પોલીસ ફરિયાદ કે અન્ય કામગીરીને લઈને માધ્યમોને વિગતો આપવામાં આવશે. પરંતુ હાલ પાંચ કિલો જેટલું શંકાસ્પદ ચરસ મળ્યું છે, તેને લઈને પોલીસ અજાણ્યા ઇસમો વિરુદ્ધ તપાસ કરી રહી છે.

પાંચ કિલો ચરસ પકડાયું : એક સાથે પાંચ કિલો જેટલું ચરસ ઝડપતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરીમાં પોલીસની ટીમો દરિયાકાંઠા વિસ્તારમાં શંકાસ્પદ નશીલા પદાર્થોની શોધખોળ માટે સર્ચ ઓપરેશનમાં જોડાઈ છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી પોલીસને વધુ ચરસનો જથ્થો મળ્યો નથી, પરંતુ જે રીતે પાંચ કિલો સરસ દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં જોવા મળ્યું તેને શંકાને આધારે વધુ કેટલોક નશીલો પદાર્થ છે કે નહીં તેને લઈને પણ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ રાખ્યું છે.

અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે નશીલો પદાર્થ : પાછલા એક વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને ખાસ કરીને માંગરોળથી લઈને સોમનાથ સુધીના વિસ્તારમાં કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપાઈ ચૂક્યો છે. જેમાં ચરસ ગાંજો મેફ્રેડોન જેવા નશીલા પદાર્થોની હેરાફેરી અને તેનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ અત્યાર સુધીમાં સાત જેટલા કેસ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે.

1 વર્ષમાં પાંચ કરોડની આસપાસનું ડ્રગ્સ પકડ્યું :સોમનાથ પોલીસે પાછલા એક વર્ષ દરમિયાન પાંચ કરોડની આસપાસનું ચરસ ગાંજા સહિત નશીલો પદાર્થ પકડી પાડ્યો છે. અગાઉ પણ આદરીના દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતાં. જેને લઇને પણ પોલીસે સઘન તપાસ કરી હતી. ત્યારબાદ આજે ફરી એક વખત ચરસનો જથ્થો ઝડપાતાં પોલીસ પણ ચોકી ઉઠી છે.

  1. Surat Crime : સુવાલી બીચ પરથી અફઘાની ચરસ મળ્યું, પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરી પકડાતાં એટીએસ તપાસ કરશે
  2. Ahmedabad Crime: 71 હજારની કિંમતના ચરસ સાથે યુવક ઝડપાયો, તપાસમાં ખુલી આ મોટી વાત
  3. BSF seized heroin packet : BSFએ જખૌ બીચ પરથી ચરસના 31 પેકેટ અને હેરોઈનનું 01 પેકેટ જપ્ત કર્યું
Last Updated : Aug 16, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details