ગુજરાત

gujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

By

Published : Jun 5, 2021, 8:09 AM IST

સમગ્ર દેશમાં કોરોનાના કારણે ઘણી મૂશ્કેલી પડી હતી. ત્યારે આ કોરોનાકાળમાં અલગ-અલગ સેવાભાવી સંસ્થા, કંપનીઓ દ્વારા વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં પણ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત
ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

  • ઓક્સિજન ટેન્કની સ્ટોરેજની ક્ષમતા 2000 લીટર છે
  • 24x7 કલાક ઓક્સિજન પ્લાન્ટ દ્વારા મળશે
  • ઓક્સજન પ્લાન્ટ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 50 લાખનું અનુદાન

ગીર-સોમનાથઃ કોરોનાની બીજી લહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટ, ખાનગી કંપનીઓ દ્વારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણમાં ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ રૂપિયા 50 લાખના ખર્ચે કાર્યરત કરવામાં આવ્યો છે.

સમુદાય આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

આ પણ વાંચોઃવડોદરામાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન આંતરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

પુજા વિધિ કરી ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

આ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ પુજા-વિધિ કરી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

સમુદાય આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

20 બેડ કોરોના દર્દી માટે ઓક્સિજન સાથેના છે

આ પ્લાન્ટના માધ્યમથી હવામાંથી શુધ્ધ ઓક્સિજન મળે તે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ઓક્સિજન ટેન્કની સ્ટોરેજની ક્ષમતા 2000 લીટર છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ ઓક્સિજન સાથેના કોરોનાના દર્દી માટે છે.

સમુદાય આરોગ્ય કેન્દ્ર પ્રભાસ-પાટણ ખાતે ગીર-સોમનાથ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત

આ પણ વાંચોઃકોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ

આ પ્લાન્ટ પીએસએ ટેકનોલોજીથી કાર્યરત છે

24x7 ક્લાક ઓક્સિજન પ્લાન્ટ દ્વારા મળશે. આ પ્લાન્ટ પીએસએ ટેકનોલોજીથી કાર્યરત છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ પ્લાન્ટનું સંચાલન કરવામાં આવશે. આ પ્રસંગે ડો.બામરોટીયા, ડો.એચ.ટી.કણસાગરા, ડો.કે.કે.ત્રિવેદી સહભાગી થયા હતા.

ABOUT THE AUTHOR

...view details