ગુજરાત

gujarat

74 વર્ષ પહેલાં આજના દિવસે સરદાર પટેલે લીધો હતો સોમનાથના નિર્માણનો સંકલ્પ

By

Published : Nov 13, 2020, 5:14 PM IST

આજથી 74 વર્ષ પહેલાં નવા વર્ષના દિવસે સરદાર પટેલ સોમનાથ આવ્યા હતા. સોમનાથના ભગ્ન અવશેષો જોઈ અને સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. જે દિવસને આજે 74 વર્ષ વીત્યા છે. જેથી સોમનાથ મંદિરનો આજે 74મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યો હતો.

74 વર્ષ પહેલાં આજના દિવસે સરદાર પટેલે લીધો હતો સોમનાથના નિર્માણનો સંકલ્પ
74 વર્ષ પહેલાં આજના દિવસે સરદાર પટેલે લીધો હતો સોમનાથના નિર્માણનો સંકલ્પ

  • સોમનાથના જિર્ણોદ્ધાર સંકલ્પને 74 વર્ષ પૂર્ણ થયા
  • સરદાર પટેલે કરાવ્યો સોમનાથ મંદિરનો જીર્ણાદ્ધાર
  • સોમનાથમાં ઉજવાયો સંકલ્પ દિવસ

ગીર સોમનાથ: આજથી 74 વર્ષ પહેલાં નવા વર્ષના દિવસે સરદાર પટેલ સોમનાથ આવ્યા હતા. સોમનાથના ભગ્ન અવશેષો જોઈ અને સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. જે દિવસને આજે 74 વર્ષ વીત્યા છે. જેથી સોમનાથ મંદિરનો આજે 74મો સંકલ્પ દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યો હતો.

74 વર્ષ પહેલાં આજના દિવસે સરદાર પટેલે લીધો હતો સોમનાથના નિર્માણનો સંકલ્પ
સંકલ્પનો ઇતિહાસસરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જૂનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ આવ્યા હતા, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું, તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃ નિર્માણનો સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કર્યો હતો, શુક્રવારે આ સંકલ્પને 73 વર્ષ પૂર્ણ થયા છે.સંકલ્પ દિવસની ઉજવણીનો કાર્યક્રમકાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને નિહાળવા જીવિતના રહ્યાં પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે. શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી.

તીર્થ પુરોહિત અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

સરદારને સ્મરણ કરવા અને શ્રદ્ધા સુમન આપવા માટે યોજવામાં આવેલા આ વિશેષ પૂજામાં તિર્થપુરોહિતો, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનુ આયોજન કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details