ગુજરાત

gujarat

જિલ્લા સહકારી દૂધ સંઘોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ૧૬.૮૯ કરોડની સહાય મંજૂર: રાઘવજી પટેલ

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 3:52 PM IST

ગુજરાતના જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા રાજ્ય સરકારે 16.89 કરોડની સહાય મંજૂર કરી છે. જેમાં જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લાના દૂધ સંઘોને આવરી લેવામાં આવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. District Milk Producer Cooperative Societies Raghavji Patel

જિલ્લા સહકારી દૂધ સંઘોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ૧૬.૮૯ કરોડની સહાય
જિલ્લા સહકારી દૂધ સંઘોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ૧૬.૮૯ કરોડની સહાય

ગાંધીનગરઃ રાજ્યમાં જિલ્લા સહકારી દૂધ સંઘોની પ્રગતિ થાય તેમજ સંઘ સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે પગલા ભર્યા છે. આ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ જિલ્લાના દૂધ સંઘોને વિવિધ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવા 16.89 કરોડની સહાયને મંજૂર કરી છે. આ માહિતી પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે પૂરી પાડી છે.

3 જિલ્લાના દૂધ સંઘોને લાભઃ રાજ્ય સરકારે જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરી છે. જેમાં જૂનાગઢને 1069.13 લાખ, મોરબીને 475.89 લાખ અને જામનગરને 144.08 લાખની સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાયથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો વધુ મજબૂત અને આર્થિક રીતે સમૃદ્ધ બનશે.

જૂનાગઢઃ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને 2 LLPD પ્લાન્ટના નવીનીકરણ અને 2 TPD પનીર પ્લાન્ટ સ્થાપના માટે રાજ્ય સરકારે રૂ.૧૦૬૯.૧૩ લાખની સહાય મંજૂર કરી છે. આ પ્લાન્ટના ઓટોમેશનથી પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો આવશે અને જિલ્લાના દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થવાથી પશુપાલકોની આવકમાં વૃધ્ધિ થશે.

મોરબીઃ રાજ્ય સરકારે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના મોર્ડન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ૨ લાખ લીટર પ્રતિ દિનની સ્થાપના માટે રૂ.૪૭૫.૮૯ લાખની સહાય મંજૂર કરી છે. મયુર ડેરી, મોરબી દ્વારા આ મત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલીકરણ થવાથી દૂધ સંપાદન, દૂધ પ્રોસેસિંગમાં કોલ્ડ ચેઈન મેન્ટેનન્સને પરિણામે દૂધ તથા દૂધની બનાવટોની ગુણવત્તામાં વધારો થશે. જેનો સીધો ફાયદો દૂધ સંઘો સાથે સંકળાયેલા પશુપાલકોને થશે.

જામનગરઃ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના એસ્ટાબ્લિશમેન્ટ ઓફ 40 KL BMC બેઝ ક્લસ્ટર મિલ્ક ચિલિંગ સ્ટેશન વિથ સેન્ટ્રલ લેબોરેટરી એન્ડ ગોડાઉનની સ્થાપના માટે રાજ્ય સરકારે રૂ.૧૪૪.૦૮ લાખની સહાય મંજૂર કરી છે. જેનાથી દૂધના ચિલિંગ તથા સ્ટોરેજથી દૂધની ગુણવત્તામાં વધારો થશે. પરિણામે જિલ્લાના સહકારી ક્ષેત્રે સંગઠિત દૂધ સંપાદનમાં પણ વધારો થશે.

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વધુ સુદ્રઢ કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જૂનાગઢ, મોરબી અને જામનગર જિલ્લા સહકારી દૂધ સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા રૂ.૧૬.૮૯ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે...રાઘવજી પટેલ(પશુપાલન પ્રધાન)

  1. રાજયમાં નવા વધુ 127 ફરતા પશુ દવાખાના શરુ કરાશે: રાઘવજી પટેલ
  2. Minister of Agriculture Raghvaji patel : કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય, 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ અપાશે

ABOUT THE AUTHOR

...view details