ETV Bharat / city

Minister of Agriculture Raghvaji patel : કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય, 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ અપાશે

author img

By

Published : Apr 18, 2022, 7:13 PM IST

Updated : Apr 18, 2022, 8:15 PM IST

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં (Undergraduate courses In Agricultural University) હાલની બેઠકો ઉપરાંત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ (Admission in Agricultural Universities In Gujarat ) આપવામાં આવશે. રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Minister of Agriculture Raghvaji patel ) ગાંધીનગરમાં આમ જણાવ્યું છે.

Minister of Agriculture Raghvaji patel : કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય, 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ અપાશે
Minister of Agriculture Raghvaji patel : કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય, 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ અપાશે

ગાંધીનગર - રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે (Minister of Agriculture Raghvaji patel ) જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટીઓના ચાલતા વિવિધ સ્નાતકકક્ષાના અભ્યાસક્રમોમાં (Undergraduate courses In Agricultural University)હાલની બેઠકો ઉપરાંત વધારાની 300 બેઠકો ઉપર પ્રવેશ આપવામાં (Admission in Agricultural Universities In Gujarat )આવશે. આપને જણાવીએ કે કૃષિપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક (Meeting of State Agricultural University Council )યોજાઈ હતી.

રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠક -કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધનપ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજય કૃષિ યુનિવર્સિટી પરિષદની બેઠકમાં કૃષિ અભ્યાસક્રમોમાં પ્રવેશને લલઇ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી વર્ષે કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ ચાલતા વિવિધ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં હાલની બેઠકોમાં વધારો કરીને અંદાજીત 300 જેટલી વધુ બેઠકો ઉપર પ્રવેશ આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિપ્રધાને કહ્યું કે (Minister of Agriculture Raghvaji patel ) આ નિર્ણયથી રાજયના કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને લાભ થશે. તે ઉપરાંત વિદેશના વધુ વિદ્યાર્થીઓ (Admission in Agricultural Universities In Gujarat )પણ આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા ભાર મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચે શું છે અંતર, જાણો...

વિદેશી વિદ્યાર્થીઓ વધારાશે -કૃષિપ્રધાને વિદેશના વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા મુદ્દે જણાવ્યું (Minister of Agriculture Raghvaji patel ) કેે આમ કરવાથી અન્ય દેશોની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓનું આદાનપ્રદાન વધુ મજબૂત થશે. કૃષિ યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય વધુ સુદ્રઢ બને તે માટે જરૂરી ભરતી પ્રક્રિયાને (Recruitment process in agricultural universities)વેગ આપવા પણ કૃષિપ્રધાને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

સંશોધન કાર્યોને ઉત્તેજન -ગુજરાત રાજયમાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ તથા ખેડૂતો માટે વિસ્તરણ પ્રવૃત્તિઓની સાથે વિવિધ પાકોમાં સંશોધન કાર્યવાહી હાથ કરવામાં આવે છે. જેને બિરદાવવાની સાથે હજુ પણ વધુ ઉત્કૃષ્ટ સંશોધન કરી ખેડૂતોને સીધો ફાયદો થાય તે મુજબ આગામી વર્ષોમાં સંશોધન કાર્યો હાથ ધરવા કૃષિપ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Research and Development Food: કેળા અને પાઈનેપલના ફાઈબર માંથી બનાવામાં આવ્યું યાર્ન

કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ માટે પ્રયત્ન - કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીએ કૃષિ યુનિવર્સિટીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થાય જેનો સીધો લાભ ખેડૂતો-વિદ્યાર્થીઓને મળે તે માટે પ્રયત્નશીલ રહેવા સૂચનો કર્યાં હતાં. આ બેઠકમાં ખેતી નિયામક, બાગાયત નિયામક, પશુપાલન નિયામક, આણંદ, નવસારી, જુનાગઢ તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Apr 18, 2022, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.