ગુજરાત

gujarat

Gandhinagar News : સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો સીએચસી સાથે મર્જ થશે, 2027 સુધી પ્રોજેક્શન તૈયાર કરવાની સૂચના

By

Published : Jul 6, 2023, 10:11 PM IST

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા સમયાંતરે આરોગ્યવિભાગના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે આરોગ્યલક્ષી સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આજની બેઠકમાં સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો સીએચસી સાથે મર્જ કરવાની ચર્ચા થઇ છે. જ્યારે તબીબો માટે ઇન્સેન્ટીવ પોલીસીની પણ આ વિગતવાર સમીક્ષા હાથ ધરાઇ હતી.

Gandhinagar News : સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો સીએચસી સાથે મર્જ થશે, 2027 સુધી પ્રોજેક્શન તૈયાર કરવાની સૂચના
Gandhinagar News : સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો સીએચસી સાથે મર્જ થશે, 2027 સુધી પ્રોજેક્શન તૈયાર કરવાની સૂચના

ગાંધીનગર : વિશ્વમાં દિવસ અને દિવસે જનસંખ્યામાં વધારો થતો જઈ રહ્યો છે જ્યારે ગુજરાતની વસ્તી પણ હવે 6:30 કરોડને આંબી ગઈ છે. ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકોને હોસ્પિટલમાં એક બેડ મેળવવા માટે પણ વલખા મારવા પડતા હતાં. ત્યારે આજે વર્ષ 2027 સુધીના આરોગ્ય પ્રોજેક્શન તૈયારી કરવા માટેની સૂચના રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપી છે.

સીએચસી સેન્ટરને સરકારી હોસ્પિટલ સાથે મર્જ કરાશે : રાજયના આરોગ્યપ્રધાન ઋષિકેશ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી અને મહત્વના નિર્ણય લેતા જણાવ્યું હતું કે રાજ્યની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોને નજીકના સીએચસી સેન્ટર સાથે જોડીને આરોગ્ય સેવાઓને વધુ બનાવવાનું પણ આયોજન રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવ્યું છે.

ન્યુ બોર્ન કેર યુનિટ : આ ઉપરાંત રાજ્યમાં બાળમૃત્યુદર ન્યૂનતમ કરવા માટે રાજ્યમાં સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટની સંખ્યા વધારીને સાર સંભાળને વધુ ગુણવત્તા યુક્ત બનાવવાની દિશામાં પણ રાજ્ય સરકારે તૈયારી કરી છે.

બેઠકમાં પડતર પ્રશ્ન ભાવિ આયોજન : બેઠકમાં થયેલ ચર્ચા અને અપાયેલ સૂચનાનું ફોલો અપ આગામી બેઠકમાં કરવામાં આવશે ઉપરાંત આજની સમીક્ષા બેઠક યોજીને વિભાગની કામગીરી, પડતર પ્રશ્નો, ભાવિ આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યની સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં UG,PG,CPSની પ્રવર્તમાન બેઠકોની સમીક્ષા કરીને પ્રોજ્કશન અને મેપીંગ તૈયાર કરવામાં આવ્યું હતુ. જ્યારે તબીબો માટેની ઇન્સેન્ટીવ પોલીસીની પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી.

પીએમજેએવાય યોજના બાબતે ચર્ચા : 11મી જુલાઇ 2023 થી પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજના અંતર્ગત અપાતી રૂ. 5 લાખના વીમા કવચની રકમ રૂ. 10 લાખ થવાની છે. ત્યારે આ યોજનામાં પ્રવર્તમાન સ્થિતિ, એમ્પેનલ હોસ્પિટલ સંદર્ભે પણ વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કૉલેજને નજીકના સીએચસી સેન્ટર સાથે જોડીને આરોગ્ય સેવા, સુવિધાઓને સુદ્રઢ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

  1. PMJAY Card In Gujarat : કાર્ડની મર્યાદા 10 લાખ કરાઈ, 16 મે 2023ના રોજ ETVએ રજૂ કર્યો હતો અહેવાલ, 11 જુલાઈથી લાગુ
  2. Treatment of Dead Girl: હિંમતનગરમાં મૃત બાળકીની 12 કલાક સુધી સારવાર કરી, સરકારે હોસ્પિટલને PMJAY કાર્ડમાંથી બ્લેકલિસ્ટ કરી
  3. PMJAY Card : રાજ્યમાં 7 દિવસમાં 40 લાખ લોકોને અપાશે PMJAY કાર્ડ: ઋષિકેશ પટેલ

ABOUT THE AUTHOR

...view details