ગુજરાત

gujarat

GSEB HSC Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, સરળતાથી જોઈ શકાશે રિઝલ્ટ

By

Published : May 30, 2023, 3:46 PM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિણામ આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે. પરિણામ જોવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર જાહેર કર્યો છે તેના થકી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય જોઈ શકશે. આ ઉપરાંત પરિણામ જાહેર થયા બાદ કોલેજના દરવાજા ક્યારે ખુલશે તેની માહિતી પણ સામે આવી છે.

GSEB HSC Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, સરળતાથી જોઈ શકાશે રિઝલ્ટ
GSEB HSC Result 2023 : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર, સરળતાથી જોઈ શકાશે રિઝલ્ટ

ગાંધીનગર : માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરેલી જાહેરાત મુજબ 31 મે સવારે 8:00 કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત એક વોટ્સએપ નંબર 6357300971 પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બેઠક નંબર સેન્ડ કરવાથી જે તે વિદ્યાર્થીઓનું પરિણામ પણ વોટ્સએપના માધ્યમથી મેળવી શકાશે.

5.65 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા :ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માહિતી આપવામાં હતી આવી હતી કે, માર્ચ મહિનામાં યોજનારી પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાંચ લાખ 65 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપવા માટેની નોંધણી કરી હતી, ત્યારે રાજ્યના 525 કેન્દ્ર ઉપર યોજાયેલી પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8:00 કલાકે સત્તાવાર જાહેર કરવામાં આવશે.

હાલમાં ફક્ત પરિણામ, માર્કશીટ બાદમાં : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓના ગુણપત્ર પ્રમાણપત્ર અને એસઆર શાળા મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે, જ્યારે પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા, ગુણતૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચના માટેનો પરિપત્ર પણ પરિણામ બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે ગુણ પત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ અમુક દિવસો બાદ પોતાની શાળામાંથી જ માર્કશીટ લેવાની રહેશે.

હવે કોલેજ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે :31 મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે. મળતી માહિતી પ્રમાણે 1 જૂન અથવા તો 5 જૂનથી કોલેજના પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન માટે ઓનલાઇન સિસ્ટમ છે ત્યારે કોલેજ પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

  1. Talati Exam 2023: પરીક્ષા પૂર્ણ, પેપર લાંબુ હોવાનો ઉમેદવારોનો મત
  2. SSC Exam Result 2023 : જામનગરની મોદી સ્કૂલની ઝીલને આઈએએસ બનવું છે, જાણો કેમ?
  3. SSC Exam Result 2023 : જૂનાગઢમાં ફળની લારી ચલાવતા પિતાની પુત્રીએ ધોરણ 10ની સફળતાનું ફળ પિતાને ચખાડ્યું

ABOUT THE AUTHOR

...view details