જામનગર : જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષામાં ઉમદા દેખાવ કર્યો છે ઝીલ ચંદારાણા એ બોર્ડમાં બીજો નંબર મેળવ્યો છે. જામનગરની મોદી સ્કૂલના 24 વિદ્યાર્થીઓએ ધોરણ 10ના બોર્ડના પરિણામમાં એ વન ગ્રેડ મેળવીને બોર્ડમાં નવો ઇતિહાસ રચ્યો છે અને રાજ્યકક્ષાએ ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી મોદી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.
ત્રણ વિદ્યાર્થીઓ રાજયકક્ષાએ ઝળકયા : જેમાં ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષા પરિણામમાં ઝીલ ચંદરાણાએ 99.98 પીઆર સાથે બોર્ડમાં બીજા સ્થાને આવી છે. જ્યારે કૃશાલ વરુએ અને હિત હીરપરા 99.94 સાથે બોર્ડમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મોદી સ્કૂલની અંદર આજે દિવાળી જેવું વાતાવરણ અને માહોલ સર્જાયો હતો વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્કૂલના સ્ટાફમાં રાસ ગરબાની રમઝટ સાથે એકબીજાના મ્હો મીઠા કરાવ્યાં હતાં.
મારે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી છે અને કલેક્ટર બનવું છે. હું રોજના 10 થી 12 કલાક અભ્યાસ કરતી હતી.પરિવાર અને શાળાની ટીચરના તમામ સહકારની હું આભારી છું..ઝીલ ચંદારાણા (વિદ્યાર્થિની)
ઝીલ દરરોજ 10થી 12 કલાક વાંચન કરતી : ગુજરાત બોર્ડની ધોરણ 10 પરીક્ષા પરિણામ આજે જાહેર થયું છે જેમાં જામનગરની મોદી સ્કૂલના 24 વિદ્યાર્થીએ વન ગ્રેડ મેળવીને પાસ થયા છે. બોર્ડમાં બીજા નંબરનું સ્થાન ઝીલ ચંદારાણા રૂપેશભાઈ મેળવ્યું છે.ઝીલે 99.98 પીઆર પ્રાપ્ત કર્યા છે તેમજ વરુ કુશાલ દલવીરભાઈ એ બોર્ડમાં 99.94 પીઆર સાથે છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો હીરપરા હેત હરસુખભાઈએ પણ બોર્ડમાં 99.94 ટકા સાથે સફળતા મેળવી છે.
24 વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવ્યો : જામનગર કે કેન્દ્રમાં મોદી સ્કૂલના એ વન ગ્રેડ સાથે 21 વિધાર્થીઓ ધોરણ 10ા બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો છે . જેમાં છીછીયા હેત રાજેશભાઈએ99.83 પીઆર.,સવસણી ધ્રુવી જે.ને 99.81પીઆર, દિગાનશી પરમાર 99.77 ટકા મેળવ્યા છે સાવસાણી ધ્રુવી જગદીશભાઈ બોર્ડમાં 99 ટકા મેળવ્યા છે. પંડ્યા 99 74 ટકા તોરણીયા અર્જુનભાઈ 99 74 ટકા 99 70% મન્સૂરી મશરૂમ ,પાર્થ મુકેશભાઈ, ઓમ વ્રજભાઈ અને નસરા ક્રિષ્નાને 99 56 ટકા આવ્યા છે.જેમાં ઝીલ ચંદ્રારાણા 99.98 પી.આર. સાથે બોર્ડમાં બીજા ક્રમે જયારે કૃશાલ વરૂ અને હીત હિરપરા 99.94 પી.આર. સાથે બોર્ડમાં છઠ્ઠા નંબરે ઉતીર્ણ થયા છે.
શાળાનો ડંકો વાગ્યો : સોરઠીયા મુકેશભાઈને 99 પીઆપ છે કોઠારી ધ્રુવ 99.25 હેત મુન્દ્રા સોરઠીયા ઝાલા 99 બાબીયા મોનીન કિશોરભાઈ 99.19 પીઆર સાથે બોર્ડમાં સફળતા મેળવી છે. મોદી સ્કૂલમાં આજે સવારથી જ એકસાથે 24 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પરિણામ મેળવતાં જામનગરના શિક્ષણ જગતમાં મોદી સ્કૂલના આ વિદ્યાર્થીઓએ ડંકો વગાડી દીધો હતો.