ETV Bharat / state

SSC Board Exam Result 2023: પહેલા ધોરણથી આવે છે આ જોડીયા ભાઈઓને સરખા માર્ક્સ, બોર્ડમાં પણ યથાવત

author img

By

Published : May 25, 2023, 12:57 PM IST

ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરની દરેક સ્કૂલમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પણ સુરતમાં એક જોડી એવી છે જેને બોર્ડની પરીક્ષાના પરિણામમાં પણ સરખા માર્ક્સ આવ્યા છે.

SSC Board Exam Result 2023: પહેલા ધોરણથી આવે છે આ જોડીયા ભાઈઓને સરખા માર્ક્સ, બોર્ડમાં પણ યથાવત
SSC Board Exam Result 2023: પહેલા ધોરણથી આવે છે આ જોડીયા ભાઈઓને સરખા માર્ક્સ, બોર્ડમાં પણ યથાવત

SSC Board Exam Result 2023: પહેલા ધોરણથી આવે છે આ જોડીયા ભાઈઓને સરખા માર્ક્સ, બોર્ડમાં પણ યથાવત

સુરત: આજે ધોરણ 10 નું પરીક્ષા પરિણામ જાહેર થયું છે. ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં ભણતા બે જોડીયા ભાઈના જે પરીક્ષા પરિણામ આવ્યુંયું છે તેના કારણે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. બંને જોડીયા ભાઈ એકસાથે ધોરણ 10 ની પરીક્ષા આપી હતી અને એટલું જ નહીં બંનેના પરિણામ પણ એક સરખા આવ્યા છે. બંને ધોરણ 10 માં 95 ટકા મેળવ્યા છે.

વેપારીના સંતાનોને સફળતાઃ સુરતના કઠોદરા વિસ્તારમાં એમબ્રોઇડરી કારખાના સાથે સંકળાયેલા વેપારીના બે જોડીયા પુત્રોએ 10 ના પરિણામમાં એકસરખા પર્સન્ટેજ હાંસલ કર્યા છે. જેના કારણે પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. રુદ્ર સંભાળીયા અને ઋત્વ સંભાળીયા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં બનેએ 95 ટકામાં માર્કસ હાંસલ કર્યા છે. દિપક સંભાળિયાના આ જોડીયા પુત્રો નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર છે.

કાયમ સરખા માર્ક્સઃ નાનપણથી જે બંનેના માર્ક્સ લગભગ એકસરખા આવતા હતા. પરંતુ પરિવારે ક્યારે વિચાર્યું ન હતું કે, ધોરણ 10 ની પરીક્ષામાં જે પરિણામ આવશે. તેમાં બંને એકસરખા માર્ક્સ મેળવશે. રુદ્રએ જણાવ્યું હતું, મને 573 માર્ક્સ આવ્યા છે અને ટકા 95.5 આવ્યા છે. અમે બંને ભાઈઓ સ્કૂલથી આવ્યા બાદ સાથે બેસીને હોમવર્ક કરતા હતા. બેસીને પ્લાન કરતા હતા કે, આવનાર અઠવાડિયામાં શું ભણવાનું છે. અમે બંને કમ્પ્યુટર ઇન્જિનિયર બનવા માંગીએ છીએ.

એક સરખા માર્કઃ આ પરીક્ષામાં બંનેનો એકસરખા માકસ આવ્યા છે . પહેલા તો હતું કે, ભાઈ વધારે માર્ક્સ લાવી રહ્યા હોય, પરંતુ ક્યારેક દિલમાં લીધું નથી. હંમેશા વિચાર્યું કે, શું થયું જો તેનું માર્ક વધારે આવવું તો, મારો ભાઈ છે બીજો કોઈ થોડી છે? જોકે, આ અંગે એમની માતાનું નિવેદન પણ સાંભળવા જેવું રહ્યું છે.

આજે પરિવારમાં ખૂબ જ આનંદની લાગણી છે. બંનેનું પરિણામ સારું આવશે. એ લાગ્યું હતું પરંતુ એક સરખું આવશે એ વિચાર્યું ન હતું નાનપણથી જે બંને ભણવામાં ખૂબ જ ઓછી છે. બંને એકસાથે તૈયારીઓ કરતા હતા. બંને એકબીજાને સપોર્ટ કરતા હતા. જો કંઈ મુદ્દો ન આવડે તો એકબીજાને સમજાવતા પણ હતા. ધોરણ 10 માટે તેઓએ આખું વર્ષ સાથે બેસીને જે તૈયારી કરી છે. ખુશી મને પહેલાથી જ છે કારણ કે, ધોરણ 1 થી જ બંનેનું પરિણામ એક સરખું જ આવે છે.--સરીતાબેન (વિદ્યાર્થીઓના માતા)

છ કલાકનું વાંચનઃ બંને ઘરે આવીને જે શિક્ષકે હોમવર્ક આપ્યું છે તે તો કરતા જ હતા પરંતુ સાથે પાંચ થી છ કલાક અન્ય વાંચન પણ કરતા હતા. ઋત્વ સંભાળીયાએં જણાવ્યું હતું કે, મારું પણ મારા ભાઈની જેમ 573 માર્ક્સ આવ્યા છે. જોકે મને આશા ન હતી કે, બંનેના એક સરખા ટકા આવશે. કારણ કે જ્યારે પણ સ્કૂલમાં ટેસ્ટ લેવાતી હતી. ત્યારે તેના માર્કસ વધારે આવતા હતા. બન્નેના માર્ક વચ્ચે ખૂબ ઓછો તફાવત રહેતો હતો.

  1. SSC Exam Result 2023: ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર, કુલ 64.62 ટકા પરિણામ
  2. SSC Exam Result 2023: ધોરણ 10ના પરિણામમાં રત્નકલાકારોના સંતાનોએ 90 ટકાથી વધારે માર્ક મેળવ્યા
  3. SSC Exam Result 2023: મનીષ દોષીના પ્રહાર, ક્લાસમાં શિક્ષકો જ નથી તો ક્યાંથી ભણશે ગુજરાત?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.