ગુજરાત

gujarat

Kalol Cholera Update : કોલેરાગ્રસ્ત કલોલમાં તંત્રના નક્કર પગલા, આરોગ્ય પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય

By

Published : Jun 26, 2023, 6:03 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા ગાંધીનગરમાં આવેલા કલોલ નગરપાલિકાના પાંચ વિસ્તારોમાં કોલેરા ડિટેક્ટ થયો છે. ત્યારે ઋષિકેશ પટેલે ગ્રાઉન્ડ લેવલે તપાસ કર્યા બાદ પાણીની પાઈલલાઈનો અને ગટરની પાઈપલાઈનો અલગ અલગ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ કલોલના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.

Kalol Cholera Update : કોલેરાગ્રસ્ત કલોલમાં તંત્રના નક્કર પગલા, આરોગ્ય પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય
Kalol Cholera Update : કોલેરાગ્રસ્ત કલોલમાં તંત્રના નક્કર પગલા, આરોગ્ય પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય

આરોગ્ય પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગર : કલોલ નગરપાલિકાના પાંચ વિસ્તારોમાં કોલેરા ડિટેક્ટ થયો છે. 2500 થી વધુ લોકોના ટેસ્ટ કરતા 12 થી વધુ કોલેરાગ્રસ્ત લોકો સામે આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટરે એક માસ માટે પાંચ વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ જિલ્લા કલેકટર અને રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. ઋષિકેશ પટેલે ગ્રાઉન્ડ લેવલે તપાસ કર્યા બાદ પાણીની પાઈલલાઈનો અને ગટરની પાઈપલાઈનો અલગ અલગ કરવાની જાહેરાત કરી છે.

ગીચ વિસ્તારમાં વધુ રોગચાળો : આ નિર્ણય મુદ્દે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, કલોલ વિસ્તારમાં જ્યાં કોલેરા ડિટેક્ટ થયો છે ત્યાં ખૂબ જ ગીચ વિસ્તારમાં આ રોગચાળો વકર્યો છે. જ્યાં પીવાનું પાણી અને ગટરની પાઇપલાઇન જોડે પસાર થતી હોય તેવા વિસ્તારમાં જ આ રોગચાળો ફાટી નીકળ્યો છે. ગયા વર્ષે પૂર્વ વિસ્તારમાં કોલેરા ફાટ્યો હતો. આ વખતે બીજા વિસ્તારમાં કોલેરા જોવા મળી રહ્યો છે. જેથી હવે તમામ પાઇપલાઇનનો બદલવા માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

પીવાના પાણીની અલાયદી વ્યવસ્થા : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કલોલમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં જોઈન્ટ આપવામાં આવે છે. આ જોઈન્ટ ગટરની ચેમ્બરમાં ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે. અત્યારે ટેન્કરથી પાણીથી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને ક્લોરિનેશનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વિસ્તાર સાવચેતી સ્વરૂપે બંધ કર્યા છે. ઉપરાંત એક પણ કેસ નથી તેવા વિસ્તારમાં પણ પાણીનું પરીક્ષણ કરવામાં આવશે. સામાન્ય ઉપયોગમાં લેવાતા પાણીની ચકાસણી કર્યા બાદ પાણીનો સપ્લાય કરવામાં આવશે. ત્યાં સુધી કલોલ નગરપાલિકા પાણીની વ્યવસ્થા કરશે. ઉપરાંત ગટરની કુંડીમાંથી જે પણ પાણીની પાઇપલાઇનનો પસાર થતી હશે તેની જગ્યા બદલવાની સૂચના આપવામાં આવી છે.

ગત વર્ષે પણ કલોલના પૂર્વ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો. ત્યારે આ વર્ષે બીજા વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો છે. હવે ફરીથી ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગ અને કલોલ નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ પાઈપલાઈનો કે જ્યાં પાણીની લાઈન અને ગટરની લાઇન આજુબાજુમાંથી પસાર થાય છે, તેવી જગ્યાએ પીવાના પાણીની લાઈનોને અલગ રસ્તો કરીને ઇન્સ્ટોલ કરવામાં આવશે.-- ઋષિકેશ પટેલ (આરોગ્યપ્રધાન)

ભવિષ્યને ધ્યાનમાં રાખી કામગીરી : ઉલ્લેખનિય છે કે, કલોલ તાલુકો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા ગાંધીનગરમાં આવેલ છે. ગત વર્ષે પણ કલોલના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ ન બને તે માટે તંત્ર નક્કર પગલા લઈ રહ્યું છે. કલોલની તમામ ગટરની લાઈનો અને પાણીની લાઈન વચ્ચે અંતર રાખવામાં આવશે.

  1. Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ
  2. Amreli News : ચલાલામાં ગંદા પાણીના વિતરણથી ધારાસભ્યના સસરા નારાજ

ABOUT THE AUTHOR

...view details