ગુજરાત

gujarat

સાપુતારા 108 ઇમરજન્સી સેવાની સફળ કામગીરી, 3 બાળકોની સફળ ડિલિવરી કરી

By

Published : Oct 7, 2020, 11:00 PM IST

ડાંગની સાપુતારા 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસર સેવા પૂરી પાડી માતા તથા 3 નવજાત શિશુઓને નવજીવન બક્ષ્યુ છે. શામગહાન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC) ખાતેનાં અધિક્ષક ડૉ. મીલન પટેલની ટીમ દ્વારા આ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવતા આ મહિલાએ ટ્રિપ્લેટ(3) બાળકોને જન્મ આપ્યો છે.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન
સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન

ડાંગ : આહવા તાલુકામાં સમાવિષ્ટ ભૂરાપાણી ગામની સગર્ભા મહિલા વનીતાબેન દાનીયેલભાઈ વાઘમારે (ઉંમર વર્ષ 25)ને બુધવારે પરોઢિયે અચાનક પ્રસવપિડા ઉપડતા તેમના પરિવારજનોએ સાપુતારા 108 ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. ફોન આવતાની સાથે જ સાપુતારા 108 એમ્બ્યુલન્સ પર ફરજ પરના પાયલોટ દિલીપભાઈ ચૌધરી અને EMT મિથુનભાઈ પવાર તાત્કાલિકધોરણે 108 એમ્બ્યુલન્સ લઈ ભૂરાપાણી ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી 108 એમ્બ્યુલન્સની ટીમે આ સગર્ભા મહિલાને પ્રસુતિ માટે સમયસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન ખાતે ખસેડી હતી.

સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન ખાતેના અધિક્ષક ડૉ. મીલન પટેલની ટીમ દ્વારા આ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવતા આ મહિલાએ ટ્રિપ્લેટ(3) બાળકોને જન્મ આપ્યો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાનની ટીમ દ્વારા આ મહિલા સહિત 3 નવજાત શિશુઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની સાપુતારા લોકેશનની 108 એમ્બ્યુલન્સનાં ટીમની સમયસૂચકતા અને કાળજીના પગલે આ મહિલા સહિત 3 નવજાત શિશુઓને નવજીવન મળતા આ મહિલાનાં પરિવારજનોએ 108 કર્મી સહિત ડૉક્ટરનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details