ગુજરાત

gujarat

Vapi News: માઉથ ફ્રેશનરના નામે મોકલેલ 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો

By

Published : Jun 22, 2023, 12:54 PM IST

વાપી રેલવે સ્ટેશન 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો છે. આ ગુટખા એક ભેજાબાજે 25 પાર્સલમાં માઉથ ફ્રેશનરના નામે દિલ્હીથી વાપી મોકલાવ્યો હતો. ગુજરાત-મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત આ ગુટખાની પડીકીઓ પર કંપની કોઈ વિગત કે ભાવ પર લખેલા ના હોય હાલ તમામ માલ જપ્ત કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાપી રેલવે સ્ટેશને માઉથ ફ્રેશનરના નામે મોકલેલ 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો
વાપી રેલવે સ્ટેશને માઉથ ફ્રેશનરના નામે મોકલેલ 6,30,420 રૂપિયાના ગુટખાનો જથ્થો પકડાયો

વાપી:વ્યસનની લતને કારણે લોકોને જે કંપનીના પર્દાથનું વ્યસન હોય છે તે જ પસંદ આવે છે. જેના કારણે સરકાર જે તે કંપની પર બેન્ડ લગાવી દે છે. આમ છતાં લોકોની ડિમાન્ડના કારણે તે કંપનીનો માલ અંદર ખાને ચાલુ રહે છે. વાપીમાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. વાપી રેલવે સ્ટેશન રેલવે પોલીસ દ્વારા 6,30,420 રૂપિયાની કિંમતનો ગુટખાનો જથ્થો જપ્ત કરી કલમ 102 મુજબ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ગુટખાનો જથ્થો 25 પાર્સલમાં છે. જે દિલ્હીથી અબ્દુલ સલામના નામે બુક થયા બાદ વાપીમાં અબ્દુલ સલામ નામનો વ્યક્તિ જ લેવા આવવાનો હતો.

આગળની કાર્યવાહી: વાપી રેલવે સ્ટેશન GRP ના અધિકારી જી. એસ. પઢિયાર મળેલી બાતમી આધારે ભારતમાં પ્રતિબંધિત ગુટખાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ દિલ્હી થી મુંબઈ જતી પશ્ચિમ એક્સપ્રેસમાં દિલ્હીથી અબ્દુલ સલામ નામના વ્યક્તિએ માઉથ ફ્રેશનર ના નામે ગુટખાના 25 પાર્સલ મોકલ્યા હતાં. બુક કરેલ આ પાર્સલ વાપીમાં તે જ નામનો વ્યક્તિ એટલે કે અબ્દુલ સલામ લેવા આવશે તેવી વિગતો બુકિંગ સમયે આપી હતી.

સનકી નામના પેકિંગમાં ગુટખા: માઉથ ફ્રેશનર ના નામે બુકિંગ થયેલ આ જથ્થો માઉથ ફ્રેશનર નહિ પરંતુ પ્રતિબંધિત ગુટખાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી વાપી ખાતે બુધવારે 3 વાગ્યે 3 નંબરના પ્લેટફોર્મ પર ટ્રેન સાઈડિંગ કરી તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 25 પાર્સલ હતા. આ પાર્સલમાં રોયલ 1000 અને સનકી નામના પેકિંગમાં ગુટખા હતા. 6,30,420 રૂપિયાનો મુદ્દામાલ ગણી કાર્યવાહી હાથ ધરી હતી.

" દિલ્હીથી મુંબઇ જતી પશ્ચિમ એક્સપ્રેસ માંથી જપ્ત કરેલ ગુટખાની પડીકીઓ પર કોઈ કંપનીનું નામ કે ભાવ સહિતની અન્ય કોઈ જ વિગત ના હોય અને તેને લેવા માટે પણ કોઈ વ્યક્તિ આવ્યો નથી. એટલે, હાલ 25 પાર્સલમાં રહેલ કુલ 6,30,420 પડીકીઓને 1 રૂપિયા કિંમત લેખે કલમ 102 મુજબ 6,30,420 રૂપિયાનો મુદ્દામાલ ગણી રેલવે પોલીસે (GRP) કબજે લીધો છે. તેમજ FSL રિપોર્ટ કરાવવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે" -- જી. એસ. પઢીયાર (રેલવે પોલીસ અધિકારી)

તંબાકુ મિક્સ: ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તંબાકુ મિક્સ ગુટખા પર પ્રતિબંધ છે. એટલે મોટેભાગે મળતી પાન મસાલાની પડીકી સાથે તમાકુની પડીકી અલગથી દુકાનદારો વેંચે છે. જ્યારે અહીં પકડાયેલ રોયલ 1000 અને સનકી નામની આ પડીકી તંબાકુ મિક્સ છે. એટલે કે તે ગુટખા જ હોય આ ગુટખા ખરેખર કોણ બનાવે છે. અને ક્યાં બનાવી તે વાપીમાં ઠાલવવામાં આવે છે. તે વિગતો મેળવવી અત્યંત જરૂરી છે.

  1. Vapi Municipality Election 2021: વાપી પાલિકાના 11 વોર્ડની 43 બેઠકો માટે આજે મતગણતરી
  2. Vapi theft case : વાપીમાં SOGની ટીમે GIDCમાં આવેલી કંપનીઓમાંથી 8 ચોરને દબોચ્યા, 4.45 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત

ABOUT THE AUTHOR

...view details