ગુજરાત

gujarat

Dahod Crime: દાહોદમાં ભાઈએ કરી ભાઈની હત્યા, ભાભીના પ્રેમમાં અંધ બની ઘડ્યુ કાવતરુ

By

Published : May 24, 2023, 11:02 AM IST

દાહોદમાં પત્નીએ પ્રેમીના હાથે પતિની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા મૃતકની પત્ની તથા તેના પિતરાઈ ભાઈના આડાસંબંધ હોવાનું પહેલા સામે આવ્યું હતું. મૃતકના પિતા બાબુભાઈ સંગાડાએ ફરિયાદ નોંધાવી હતી.

પત્નીએ પ્રેમીના હાથે પતિની હત્યા કરી નાખી
પત્નીએ પ્રેમીના હાથે પતિની હત્યા કરી નાખી

પત્નીએ પ્રેમીના હાથે પતિની હત્યા કરી નાખી

દાહોદ:પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમમાં પોતાના લોકોની હત્યા થઈ રહી છે. અનેક એવા કિસ્સાઓ સમાજમાં સામે આવી રહ્યા છે જેમાં પ્રેમના નામે હત્યા થઇ રહી છે. ફરી એક વખત દાહોદમાં એક કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામે ગત તારીખ 19મી તારીખે નદીના પટમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં આશરે 25 વર્ષે યુવકની માથાના ભાગમાં ગંભીર ઈજાગસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પિતાની ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસની આખરી પૂછપરછમાં મૂર્તકની પત્ની તથા તેના પિતરાઈ ભાઈના આડાસંબંધ હોવાનું પહેલા સામે આવ્યું હતું. પોલીસને આગળ તપાસ કરતા હત્યાં થઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

ફરિયાદ નોંધાવી:પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી અનુસાર ગત તારીખ 19/5/2023 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના કદવાળ ગામે સીમમાં નદી અંકિતભાઈ બાબુભાઈ સંગાડા ઉંમર વર્ષ આશરે 25 ની મૃતદેહ મોટર સાયકલ સાથે મળી આવેલો હતો. જોતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થયેલી જોવા મળી હતી. જે મોટરસાયકલ હતી તેનો આગળનો ભાગ તૂટેલી હાલતમાં મળી આવેલ હતી. મૃતકના પિતા બાબુભાઈ સંગાડાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની પત્ની તથા તેના નાના ભાઈને જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે.

"મૃતક અંકિતનો પિતરાઈભાઈ જે કાયદાના સંઘર્ષમાં આવેલ છે. તે તથા મૃતક ની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય આ લોકોએ ગુનાહિત કાવતરું રચી મારી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આરોપીઓએ પોતાની મોટરસાયકલ બગડેલ હોય મૃતક અંકિતને ગામમાં આવેલી બંગલાવાળી નદીના સીમમાં બોલાવ્યો હતો. જે બનાવવાળી જગ્યાએ બગડેલ મોટર સાયકલ ચેક કરવા જતા કાયદામાં સંઘર્ષમાં આવેલ આરોપીએ તેના મિત્રએ ભૂમિકભાઇ રમણભાઇ ભેદીએ લોખંડી પાઇપ વડે અંકિત ના માથાના ભાગે ઉપરા છપરી માર મારી મોતને ઘાટ ઉતારી ઘટનાને કરુણ અંજામ આપ્યો હતો."--ડી.આર. પટેલ( ડીવાયએસપી)

દોઢ વર્ષનો એક પૂત્ર: મૃતક અંકિત અને પૂજાનો સંસાર સુખરૂપ ચાલતો હતો. તેમને દોઢ વર્ષનો એક પૂત્ર પણ છે. જે માતા સ્વાર્થ આગળ હાલ એક સાથે માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચૂક્યો છે. આ ત્યાં પાછળ દેશના તમામ માતા પિતાના હોશ ઉડી જાય છે.આ ગુનાનો ભેદ ઉકેલા પત્ની, પ્રેમી અને મિત્ર સામે હત્યા ગુનો દાખલ કર્યો છે. પરંતુ મા-બાપની ભૂલ ઘણી વાર બાળકોને ભોગવી પડે છે.

  1. Dahod Rape Case: છ વર્ષની બાળકી પર કુકર્મ કરી હત્યાના કેસમાં આરોપીને મૃત્યુ દંડ અને આજીવન કેદ
  2. Dahod News : સરકારી કાર્યક્રમમાં બિલકિસ બાનો કેસનો આરોપી સ્ટેજ પર જોવા મળ્યો
  3. દાહોદમાં બુટલેગરો અને વીજીલન્સ ટીમ વચ્ચે થયું ફાયરીંગ યુદ્ધ

ABOUT THE AUTHOR

...view details