ગુજરાત

gujarat

મહાશિવરાત્રી નિમિત્તે સાળંગપુરમાં હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો

By

Published : Mar 11, 2021, 3:52 PM IST

Updated : Mar 11, 2021, 5:00 PM IST

મહાશિવરાત્રીના પાવન આવસરે સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દાદાને મહાશિવરાત્રી નિમિતે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને આબેહુબ ભગવાન ભોળાનાથનો અદ્ભૂત શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

મહાશિવરાત્રી નિમિતે દાદાને વિશેષ શણગાર કરાયો
મહાશિવરાત્રી નિમિતે દાદાને વિશેષ શણગાર કરાયો

  • મહાશિવરાત્રી નિમિતે દાદાને વિશેષ શણગાર કરાયો
  • હનુમાન દાદાને ભગવાન શિવના વસ્ત્રોમાં શણગારવામાં આવ્યા
  • હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી

આ પણ વાંચોઃઆજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ

બોટાદઃ જિલાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર જ્યાં દેશ વિદેશથી હરીભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજુંનામ એટલે સાળંગપુર ધામ. સાળંગપુર મંદિરે દરરોજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી મંદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોય ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહાશિવરાત્રીના પાવન અવસરે મહાદેવના મંદિરોમાં અનેક પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

આ પણ વાંચોઃભવનાથની ગિરિ તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું જોવા મળે છે ખાસ મહત્વ

મહાશિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ

મહાશિવરાત્રી નિમિતે હનુમાનજી દાદાને ભગવાન ભોળાનાથનો આબેહુબ શણગાર કરવામાં આવ્યો હતો . જેમાં હનુમાનજી દાદાને મૂર્તિને શિવજીના વાઘા પહેરવામાં આવ્યા હતા. તેમજ દાદાને માથે જટા બનાવવામાં આવી હતી અને તેમાંથી ગંગા વહેતી હોઈ અને અદ્ભૂત લાઈટીંગ સાથેનો શણગાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ દાદાના શણગાર સાથેના દર્શન કરી હરીભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી.

મહાશિવરાત્રી નિનિત્તે સાળંગપુરમાં હનુમાન દાદાને વિશેષ શણગાર કરાયો
Last Updated :Mar 11, 2021, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details