ગુજરાત

gujarat

મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

By

Published : Mar 18, 2021, 8:27 PM IST

ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકા પંચાયતની 34 બેઠકની ચુંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. જેમાં ભાજપને બહુમતિ મળી હતી તેમજ મહિલા અનામતમાં પ્રમુખ તરીકે અંજુબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે ગિજુભાઈ વલ્લભભાઈ બલદાણીયાની નિયુક્તી થઈ હતી.

મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

  • મહુવા તાલુકા પંચાયતની 34 બેઠકની ચુંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી
  • મહુવા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
  • મહિલા અનામતમાં પ્રમુખ તરીકે અંજુબેન મકવાણા

ભાવનગર:મહુવા તાલુકા પંચાયતની 34 બેઠકની ચુંટણી 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. ભાજપને 28 અને કોંગ્રેસને 6 બેઠક મળતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી. જે માટે ગુરૂવારે પ્રમુખ-ઉપપ્રમુખ માટે મહિલા અનામત હોય ભાજપે મહિલા ઉમેદવાર તરીકે અંજુબેન ઘેલાભાઈ મકવાણાનું નામ રજૂ કરતા તેઓ બિન હરીફ વિજેતા જાહેર કરાયા હતા.

આ પણ વાંચો:કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી

તમામ મકવાણામાં રાજયોગ હોય તેમ ચર્ચાઇ રહ્યું છે

મહુવા નગરપાલિકાની 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. મહુવા નગરપાલિકાના પ્રમુખ પણ ગીતાબેન મકવાણા બન્યા છે, જ્યારે તાલુકા પચાયતના પ્રમુખ પણ અંજુબેન મકવાણા બન્યા છે. મહુવાના ધારાસભ્ય પણ આર. સી. મકવાણા છે. આમ, તમામ મકવાણામાં રાજયોગ હોય તેવું ચર્ચાય રહ્યું છે. અંજુબેન મકવાણા 2006માં પણ તાલુકા પંચાયતમાં નિપ સીટ ઉપરથી ચૂંટાયા હતા અને તાલુકા પચાયતમાં 5 વર્ષ સદસ્ય રહ્યા હતા. અંજુબેન 8 ધોરણ સુધી ભણેલા છે અને મહુવા તાલુકામાં સંગઠનમાં ઉપપ્રમુખની જવાબદારી પણ નિભાવે છે. એમ તેઓ રાજકારણમાં 16 વર્ષથી એક્ટિવ છે.

આ પણ વાંચો:સાબરકાંઠામાં જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી

તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવ્યું

ઉપપ્રમુખ તરીકે ભાજપમાંથી ગિજુભાઈ વલ્લભભાઈ બલદાણીયા(બોરડી બેઠક)નું નામ રજૂ કરતા ગિજુભાઈ પણ ઉપપ્રમુખ તરીકે બિન હરીફ વિજેતા જાહેર થતા મહુવા તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details