ગુજરાત

gujarat

RFID ચિપ લગાવી ઢોર સમસ્યાના નિયંત્રણનું કામ શરુ કરતી ભાવનગર મહાનગરપાલિકા

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 8:17 PM IST

ભાવનગર મહાનગરપાલિકા કેટલ પોલિસી લાગુ કર્યા બાદ ઢોર સમસ્યા પર કામ કરી રહી છે. મહાનગરપાલિકાએ RFID ચિપ ઢોરમાં લગાવવાનું શરુ કર્યું છે. ચિપ લગાવવાનું કારણ શું અને અને RFID ચિપ પદ્ધતિથી સમસ્યા હલ થવાની છે. આ સમગ્ર મુદ્દાઓના જવાબ અને મહાનગરપાલિકા શું કહે છે જાણો.

RFID ચિપ લગાવી ઢોર સમસ્યાના નિયંત્રણનું કામ શરુ કરતી ભાવનગર મહાનગરપાલિકા
RFID ચિપ લગાવી ઢોર સમસ્યાના નિયંત્રણનું કામ શરુ કરતી ભાવનગર મહાનગરપાલિકા

પશુપાલકો ચિપ કાઢી નહીં શકે

ભાવનગર : ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા યથાવત છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રોજ ઢોર પકડવાની સમસ્યા હલ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં શહેરમાં ઢોરની સમસ્યા યથાવત રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા RFID સિસ્ટમથી ચિપ લગાવવાનો પ્રારંભ કર્યો છે. જો કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામગીરી સોંપાય છે, પરંતુ શું ચિપ લગાવવાથી મહાનગરપાલિકા શહેરમાંથી ઢોર સમસ્યા દૂર કરી શકશે ખરા ? ચાલો જાણીએ.

ભાવનગરમાં ઢોર કેટલા? : ભાવનગર શહેરમાં દરેક રસ્તા ઉપર આજે તમને ગાયો અને આખલાઓ જોવા મળે છે. રસ્તા પર ચાલતા રાહદારીઓને સાચવીને ચાલવું પડે છે. કારણ કે જો માથું મારી દે તો અકસ્માતનો ભોગ બનવાનો ભય સતાવે છે. ત્યારે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગના અધિકારી એમ. એમ. હિરપરાએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં દૈનિક 20થી 25 ઢોર પકડવામાં આવી રહ્યા છે. શહેરમાં ત્રણ ડબ્બાઓ કાર્યરત છે જેની ક્ષમતા 3000 ઢોર રાખવાની છે. પરંતુ હાલમાં તેમાં 2200 થી 2300 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે.

ચિપ લગાવવાની શરુઆત : ભાવનગર શહેરમાં ઢોર સમસ્યા દૂર કરવા માટે મહાનગરપાલિકા હવે આરએફઆઇડી ચિપ લગાવવાનું નક્કી કર્યું છે. દરેક ઢોરમાં એક ચિપ લગાવવાથી મહાનગરપાલિકાનું કામ સરળ થવાનું માનવામાં આવે છે, ત્યારે પશુ નિયંત્રણ વિભાગના અધિકારી એમ એમ હીરપરાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કેટલ પોલિસી અમલમાં લાવવામાં આવી છે.

કેટલ પોલિસી અંતર્ગત માલિકીના પશુ રજિસ્ટ્રેશન કરવા અને લાયસન્સ લેવું ફરજિયાત છે. તેમાં આપણે માલિકીના પશુ હોય તેને RFID ચિપ લગાવીએ છીએ. જેનું પશુ હોય તેને આરએફઆઇડીસી લગાવવાનો પ્રારંભ કર્યો છે, પશુ જીવિત રહે ત્યાં સુધી તે કાર્યરત રહે છે અને માલિક કોણ તે ખ્યાલ રહે છે. હાલમાં આરએફઆઇડી ચિપ 600 જેટલા ઢોરને લગાવી દેવામાં આવી છે. શહેરમાં નોંધાયેલા 7000 જેટલા ઢોર છે. RFID ચિપ એક વર્ષમાં દરેક ઢોરને લગાવવાનો હાલ એક્શન પ્લાન છે...એમ એમ હીરપરા ( અધિકારી,પશુ નિયંત્રણ વિભાગ )

RFID ચિપ શું છે : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પહેલા ઢોર પકડીને કાનમાં સ્ટ્રીપ લગાડવામાં આવતી હતી અને તેમાં રજીસ્ટર નંબર લગાવેલો હતો. પરંતુ પશુ માલિકો તેને કાઢી નાખતા હોવાને પગલે નવી સિસ્ટમ RFID એટલે કે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ લાવવામાં આવી છે. જો કે કામગીરી જે રીતે થઈ રહી છે તે રીતે જ થશે. પરંતુ રેડિયો ફ્રિકવન્સીને કારણે પશુ પાલકો ચિપ કાઢી શકશે નહીં અને મહાનગરપાલિકા તેને ગમે ત્યારે ઢોરને રસ્તા પરથી ઝડપે ત્યારે માલિક કોણ તે આસાનીથી જાણી શકશે.

વર્ષે 8 લાખ જેવો ખર્ચ :પશુ નિયંત્રણ વિભાગના અધિકારી એમ. એમ. હીરપરાએ વધુમાં જણાવ્યું હતું કે ચિપ લગાવવા પાછળ ખર્ચ એક ઢોર પર 207 રૂપિયા થવાનો છે. હાલમાં 4000 જેટલા ઢોરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એટલે 8 લાખ જેવો ખર્ચ વર્ષ દરમ્યાન થશે. જો કે અગાઉ કાનમાં લગાવવામાં આવતી ઢોરની સ્ટ્રીપમાં 60 થી 70 રૂપિયા ખર્ચો થતો હતો. મહાનગરપાલિકાએ આધુનિક ટેકનોલોજીથી ઢોરમાં ચીપ લગાવવાનો પ્રારંભ તો કર્યો છે પરંતુ ઢોર સમસ્યા હલ ત્યારે જ થશે જ્યારે વધુ માત્રામાં ઢોર ઝડપવામાં આવે.

  1. Bhavnagar Stray Cattle : રાજ્ય સરકારની માર્ગદર્શિકા બાદ તંત્ર ઊંઘમાંથી જાગ્યું
  2. અમદાવાદમાં BRTSથી થતા અકસ્માતો અટકાવવા RFID વાળા સ્વિંગ ગેટ લગાવાશે
  3. અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને અટકાવવા RFID ચીપ લગાવવામાં આવી

ABOUT THE AUTHOR

...view details