ગુજરાત

gujarat

ફિરોઝ ઈરાનીએ અંબાજીના દર્શન કર્યા વિશ્વને મહામારી માંથી મુક્તિ મળે તેવી પ્રાથના કરી

By

Published : Jan 4, 2022, 6:05 PM IST

ફિરોઝ ઈરાનીએ આજે અંબાજીના દર્શન કર્યા(Feroze Irani Darshan of Ambaji today ) અને પ્રાથના કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ વિશ્વને આ મહામારી (Corona epidemic in the world)માંથી મુક્તિ મળે ફિરોઝ ઈરાની એ અંબાજી મંદિરમાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક સાથે માતાજીની ચૂંદડી અર્પણ કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.

ફિરોઝ ઈરાનીએ અંબાજીના દર્શન કર્યા વિશ્વને મહામારી માંથી મુક્તિ મળે તેવી પ્રાથના કરી
ફિરોઝ ઈરાનીએ અંબાજીના દર્શન કર્યા વિશ્વને મહામારી માંથી મુક્તિ મળે તેવી પ્રાથના કરી

બનાસકાંઠાઃકોરોનાની મહામારીને લઈ નાના મોટા અનેક ધંધાઓ(Corona epidemic in the world) ઉપર વિપરીત અસર જોવા મળી છે. આ અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ જોવા મળી છે. ગુજરાતી ફિલ્મોના ખલનાયક ફિરોઝ ઈરાની જેમને 300 ઉપરાંત ગુજરાતી સહીત હિન્દી ફિલ્મોમાં પણ પોતાની કલાના ઓજસ પાથર્યા છે, તેઓ લાંબા સમય બાદ આજે શક્તિપીઠ અંબાજીના દર્શને આવી પહોંચ્યા હતા.

ફિરોઝ ઈરાનીએ અંબાજીના દર્શન કર્યા

ફિરોઝ ઈરાની આજે અંબાજીના દર્શન કર્યા અને પ્રાથના કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ વિશ્વને આ મહામારી માંથી મુક્તિ મળે ફિરોઝ ઈરાની એ અંબાજી મંદિરમાં મંદિરના પૂજારી દ્વારા કુમકુમ તિલક સાથે માતાજીની ચૂંદડી અર્પણ કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.સાથે મહાદેવજીના મંદિરે જળાધારી કરી ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં પણ સમગ્ર વિશ્વને આ મહામારી માંથી મુક્તિ આપવા પ્રાર્થના કરી હતી.

ફિરોઝ ઈરાની અંબાજીના દર્શન
આ પણ વાંચોઃPrice Hike in Construction Sector: રાજ્યમાં વિકાસના કામો અટકી જવાની શક્યતા, હવે કોન્ટ્રાક્ટરોએ સરકાર સામે કરી આ માંગ

કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત પીસાતી

કોરોના મહામારી વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત પીસાતી ગઈ છે. થિયેટરો બંધ થતા શૂટિંગો પણ અટક્યા અને પ્રેક્ષકો તૂટી જતા ફિલ્મ જગતને મોટી ખોટ પડી, ત્યારે હવે કોરોના સાથે ઓમિક્રોનની ફરી લહેર જોવા મળતા ફિલ્મ જગત ચિંતાતુર બન્યો છે. ત્યારે ફિરોઝ ઈરાનીએ પ્રજાને સરકારની SOP નું પાલન કરવા સાથે કોરોના રસીનો લઈ લેવાની સાથે સમયાંતરે RTPCRના ટેસ્ટ કરાવવા અને માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃStone Killing case: સ્ટોન કિલિંગની ઘટનાને અંજામ આપનાર શખ્સને પોલીસે દબોચ્યો

ABOUT THE AUTHOR

...view details