ETV Bharat / state

Stone Killing case: સ્ટોન કિલિંગની ઘટનાને અંજામ આપનાર શખ્સને પોલીસે દબોચ્યો

author img

By

Published : Jan 4, 2022, 1:56 PM IST

Updated : Jan 4, 2022, 3:38 PM IST

અમદાવાદ શહેરમાંથી સ્ટોન કિલિંગનો ગુનો (Stone Killing case) સામે આવ્યો છે. જેમાં એક યુવક પર પથ્થરથી હુમલો (Stone attack) કરી કરુણ હત્યાં કરી નાંખવામાં આવી છે. આ મામલે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Murder In Ahmedabad: અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટનાએ આકાર લીધો
Murder In Ahmedabad: અમદાવાદમાં સ્ટોન કિલિંગની ઘટનાએ આકાર લીધો

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો ( Stone Killing case) સામે આવતા ખળભળાટ મચ્યો છે, ત્યારે સ્ટોન કિલિંગની વધુ એક ઘટના અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સનરાઈઝ હોટલના પાછળના ભાગમાં સ્થિત મકાનમાં આરોપીએ યુવક પર પથ્થરથી હુમલો (Stone attack) કર્યો હતો. જેમાં યુવકનું મોઢું છુંદાય જતા તડફડી મૃત્યું પામ્યો હતો, ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો હતો.

પૈસાની માથાકુટમાં એક મિત્રએ બીજા મિત્રને મારવાની યોજના ઘડી

સ્ટોન કિલરની મારવાની થિયરી જોતા તેની માનસિક સ્થિતિ કેવી હશે તેનો પોલીસે અંદાજો લગાવ્યો છે. યુવકની હત્યા કર્યા પછી આરોપી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે ( Ahmedabad Police) તાત્કાલિક ધોરણે સ્ટોન કિલરને પકડવાની ઝુંબેશ ચલાવી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં ખુલાસો થાય છે કે, હત્યા કરનાર સ્ટોન કિલર મૃતકનો ભાઇબંધ જ હતો. આ સાથે માહિતી મળે છે કે, તે બન્ને વચ્ચે પૈસા બાબતે માથાકુટ થઇ હતી.

એક મિત્રએ જ બીજા મિત્રની હત્યાં કરી નાંખી

આ માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સ્ટોન કિલરે તેના જ મિત્રને મારવાની યોજના ઘડી અને આ યોજનાને અંજામ આપવા માટે સ્ટોન કિલર મિત્ર રાજકુમાર યાદવને કહે છે કે, પૈસા લેવા માટે સનરાઈઝ હોટલ પાછળ એક મકાન આવેલું છે ત્યાં આવજે. આ રીતે સ્ટોન કિલર રાજકુમાર યાદવને છેતરીને બોલાવી તેને ઘડેલી યોજનાનો અમલ કરી તેના જ મિત્રની કરુણ રીતે હત્યાં કરી નાંખે છે.

આ પણ વાંચો:

Murder incident in Rajkot: રાજકોટના શાપરમાં નજીવા ઝઘડામાં પરપ્રાંતિય મહિલાની હત્યા

Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

Last Updated :Jan 4, 2022, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.