ગુજરાત

gujarat

ડીસા પોલીસે સાર બંગલોઝમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો

By

Published : Nov 2, 2020, 7:17 PM IST

Updated : Nov 2, 2020, 7:43 PM IST

ડીસા પોલીસે શહેરમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે દેહ વ્યાપાર ચલાવતી એક મહિલા સહિત 5 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલસે 20,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા પોલીસે સાર બંગલોઝમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો
ડીસા પોલીસે સાર બંગલોઝમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો

  • ડીસા ઉત્તર પોલીસે દેહ વ્યાપાર ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો
  • પોલીસે 1 મહિલા સહિત 4 પુરુષોની કરી અટકાયત
  • જિલ્લામાં દેહ વ્યાપારના ધંધા કરતા લોકો સામે કડક કાર્યવાહીની માગ

બનાસકાંઠાઃ કોરોના મહામારીના કપરા કાળમાં બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે. 15 દિવસ અગાઉ થરાદમાંથી કૂટણખાનું ઝડપાયા બાદ આજે સોમવારે ડીસા શહેરની સાર ટાઉનશીપ ભાગ-2માંથી પણ પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે. આ સાથે જ પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતી 1 મહિલાઓ સહિત કુલ 5 લોકોની અટકાયત કરી છે.

દેહ વ્યાપારનો પર્દાફાશ

પોલીસે મોકલ્યા ડમી ગ્રાહક

ડીસાના નાયબ પોલીસ અધિક્ષકે બાતમીના આધારે સોમવારે ડીસાની સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે 2 ડમી ગ્રાહક મોકલી સમગ્ર દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે. ત્યારબાદ પોલીસે 5 આરોપીની અટકાયત કરી તેમની વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. આ સાથે જ પોલીસે 20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડીસા પોલીસે સાર બંગલોઝમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો

પોલીસે 5 લોકોની કરી અટકાયત

પોલીસે પાડેલા દરોડામાં 1 મહિલા સહિત 5 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં પૂજા શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર ચૌધરી, અલ્પેશ દેલવાડિયા અને મહેશ પુરોહિત સામેલ છે.

Last Updated :Nov 2, 2020, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details