ગુજરાત

gujarat

Cyclone Biparjoy : બનાસકાંઠામાં વાવાઝોડાની અસર દેખતા તંત્ર ખડેપગે, લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ધરી હાથ

By

Published : Jun 15, 2023, 9:56 PM IST

બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના કારણે લોકોને નુકસાન ન થાય તે માટે સતત વહીવટી તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં વધુ લોકોને સ્થળાંતર કરી યોગ્ય સ્થળ પર પહોંચાડવામાં આવી રહ્યા છે.

Cyclone Biparjoy : બનાસકાંઠામાં વાવાઝોડાની અસર દેખતા તંત્ર ખડેપગે, લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ધરી હાથ
Cyclone Biparjoy : બનાસકાંઠામાં વાવાઝોડાની અસર દેખતા તંત્ર ખડેપગે, લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ધરી હાથ

બનાસકાંઠામાં વાવાઝોડાની અસર દેખતા તંત્ર ખડેપગે, લોકોને સ્થળાંતરની કામગીરી ધરી હાથ

બનાસકાંઠા : રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં હાલ બિપરજોય વાવાઝોડા એ તબાહી મચાવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બપોર બાદ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર છેલ્લા એક અઠવાડિયાથી સતત લોકોને સર્તક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી હતી, ત્યારે આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું.

તંત્ર દ્વારા લોકોનો સંપર્ક : બિપરજોય વાવાઝોડાના કારણે લોકોને અને તેમના જાનમાલને નુકસાન ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા લોકોના સંપર્ક કરી તેમને યોગ્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ મોટું નુકસાન થયું હતું. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી લોકોને તાત્કાલિક પોતાના મકાનોમાંથી બહાર નિકાળી યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ બનાસકાંઠામાં 16 અને 17 તારીખે ભારે વાવાઝોડું અને વરસાદની આગાહીના પગલે આજે સવારથી જ વહીવટી તંત્ર એલર્ટ બન્યું હતું.

તંત્રનો બેઠકોનો દોર શરૂ : ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારોની મુલાકાતે જિલ્લા કલેકટર વરુણ બરનવાલ, પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત અધિકારીઓની ટીમ લોકોની મુલાકાતે પહોંચી હતી. હાલમાં જે પરિસ્થિતિ વર્તાઈ રહી છે, તેમાં લોકોને અને પશુઓને નુકસાન ન પહોંચે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો આ તરફ બનાસકાંઠાના દરેક તાલુકાઓમાં હાલ ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્યો દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

સાંજે વાવાઝોડું જ્યારે કચ્છમાં લેન્ડ ફોલ પુરુ થઇ જાય ત્યાર પછી કાલ સવાર સુધીમાં આ વાવાઝોડું તમામ વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે. જેમાં અતિ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાનો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. - વરુણ બરનવાલ (જિલ્લા કલેક્ટર)

અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ : વાવાઝોડાની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડી લોકો સુરક્ષિત રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હાલમાં જે જૂના મકાનો વૃક્ષો પડી જાય તે પરિસ્થિતિમાં છે તે તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરી વિસ્તારમાં બે દિવસ ભારે પવન સાથે વાવાઝોડાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે હાલમાં વાવાઝોડું અને વરસાદની આગાહી આપવામાં આવી છે. તે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોનું યોગ્ય જગ્યા પર સ્થળાંતર પણ સતત કરવામાં આવી રહ્યું છે.

  1. Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો
  2. Cyclone Biparjoy : અમદાવાદના બાળકોનો માનવતાનો મહાયજ્ઞ, અસરગ્રસ્ત લોકો માટે ભોજન કપડાં સહિતની કીટ મોકલી કચ્છ
  3. Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત

ABOUT THE AUTHOR

...view details